મોરબીમાં રોડ સાઈડના દબાણ મુદે વિવિધ વેપારી સંગઠનો સાથે મહાપાલિકા મિટિંગ કરીને જરૂરી માહિતી-માર્ગદર્શન આપશે વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાટીયા પાસે નેશનલ હાઇવે ઉપર ઓવરબ્રિજ બનાવવા નિતિન ગડકરીને રજુઆત


SHARE











મોરબીના ટીંબડી પાટીયા પાસે નેશનલ હાઇવે ઉપર ઓવરબ્રિજ બનાવવા નિતિન ગડકરીને રજુઆત

મોરબી માળીયા નેશનલ હાઈવે પર આવેલ ટીંબડી પાટીયા પાસે ભુતકાળમાં અનેક જીવલેણ અકસ્માત થયેલ છે અને હજુ પણ નાના મોટા અકસ્માતો થાય છે તેમજ ટ્રાફિક જામ રોજીંદી સમસ્યા છે તેના ઉકેલ માટે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ટીંબડી ગામના રહેવાસી પત્રકારે કેન્દ્રીય મંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રાફીકજામ અને અકસ્માત રોજિંદા છે જેથી કરીને લોકોની સમસ્યાને ઉલેકવા માટે ટીંબડીના રહેવાસી મોરબીના પત્રકાર મયંક દેવમુરારીએ ટીંબડી પાટીયા પાસે ઓવરબ્રિજ બનાવવા માટે કેન્દ્રીયમંત્રી નિતિનભાઈ ગડકરીને રજુઆત કરી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળીયા નેશનલ હાઈવે ૨૭ (૮-અ) ઉપર મોટાપાયે ટ્રાફીક રહેતો હોય મોરબીથી કચ્છને જોડતો એકમાત્ર હાઈવે હોવાથી ટ્રાફીકથી ધમધમતા હાઈવે પર દરરોજ હજારો વાહનોની અવરજવર હોય છે અને અને આ જગ્યા ઉપર અગાઉ અનેક વખત જીવલેણ અકસ્માતો થયેલ છે જેમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે જેથી અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે. ઉલેખનીય છેકે, ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટરોની ઘણી ઓફિસો આવેલ છે જેથી સતત ભારે વાહનોની અવાર જવર રહે છે માટે ત્યાર ઓવરબ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે.






Latest News