મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકુલ ખાતે યોજાયેલ કલા મહાકુંભમાં ૨૫૦૦ થી વધુ વિધાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો


SHARE

















મોરબીના નવયુગ સંકુલ ખાતે યોજાયેલ કલા મહાકુંભમાં ૨૫૦૦ થી વધુ વિધાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

ગુજરાત રાજ્ય યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા મોરબી નવયુગ સંકુલ ખાતે કલા મહાકુંભ વર્ષ ૨૦૨૫-૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાની જુદીજુદી શાળામાં અભ્યાસ કરતાં ૨૫૦૦ જેટલા વિધાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો.

મોરબી નવયુગ વિધ્યા સંકુલ ખાતે યોજાયેલ કલા મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવેલ હતો ત્યારે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના હિરલબેન વ્યાસ, વિષય તજજ્ઞો અને નિર્ણાયક ટીમના સદસ્યો, શિક્ષણવિદ પી.ડી.કાંજિયા અને વિવિધ સ્કૂલના સંચાલકો હાજર રહ્યા હતા અને મોરબી, માળિયા, ટંકારા,વાંકાનેર અને હળવદ તાલુકામાંથી જિલ્લાના સ્પર્ધકો અને ટીમોએ ભાગ લીધેલ હતો તેમણે આગેવાનો અને નિર્ણયકોની સામે પોતા પોતાની ક્રુતિ રજૂ કરી હતી. આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અને મહાનુભાવો દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને તમામ સ્પર્ધકો અને ટીમને બિરદાવી હતી વધુમાં ધારાસભ્યએ જણાવ્યુ હતું કે, મોરબીમાં અધ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ ટૂંક સમયમાં જ લોકભોગ્ય બનશે.

બોપલીયા ભવ્ય

મોરબી નવયુગ સંકુલમા ધો- ૭ માં અભ્યાસ કરનાર બોપલીયા ભવ્ય કિશોરભાઈએ જીલ્લા કક્ષાએ કલા મહાકુંભમાં એક પાત્રિય અભિનયમાં  પ્રથમ નંબર મેળવેલ છે. તે હવે મોરબી જીલ્લાનું પ્રદેશ કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ તા.૨૪ ઓગસ્ટના રોજ સવારે ૮ કલાકથી નવયુગ સંકુલ-વિરપરના આંગણે યોજાશે. જયારે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી સંચાલીત જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ર૦રપ-૨૬ માં લોકવાર્તા સ્પર્ધામાં ૬ થી ૧૪ વયજુથમાં પ્રથમ ક્રમે સેલ્વી સુમિતભાઇ સંઘાણીએ સિધ્ધી હાંસેલ કરેલ છે. જે બદલ અભિનંદન સહ પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.




Latest News