મોરબીના રવાપર નદી ગામ પાસે નવા બની રહેલા કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
મોરબીના લક્ષ્મીનગર નજીક ગેરેજ પાસે બેઠેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત
SHARE









મોરબીના લક્ષ્મીનગર નજીક ગેરેજ પાસે બેઠેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત
મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ટ્રાન્સપોર્ટ નગરમાં ગેરેજ પાસે બેઠેલા યુવાનને અચાનક હાર્ટ અટેક આવી જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બાનવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ટ્રાન્સપોર્ટ નગરમાં ગેરેજ પાસે મૂળ ઉત્તર પ્રદેશના નાગલા ધુરેલા ગામના રહેવાસી સુભાષભાઈ ગુલાબસિંહ ચૌહાણ (43) નામનો યુવાન બેઠેલ હતો દરમિયાન તેને અચાનક હાર્ટ એટેક આવી જવાના કારણે તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના ભવાની ચોક પાસે રહેતા રાજેશભાઈ બચુભાઈ (52) નામના આધેડ મોરબીમાં પાડાપુલ નીચેના ભાગેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં તેઓને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
મહિલા સારવારમાં
મોરબીના સોઓરડી શેરી નં- 11 માં જારીયા પાન પાસે રહેતા સલમાબેન ફિરોજભાઈ પઠાણ (40) નામની મહિલા બાઇકમાં જઈ રહી હતી ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
