મોરબી અને ટંકારાની જુદીજુદી ત્રણ શાળાના ૯૩૩ બાળકોને લંચબોક્ષ-વોટરબેગનું વિતરણ
મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
SHARE









મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૪-૯-૨૫ ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ધોરણ નવ અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.પ્રમુખ રવિભાઈ કોટેચાના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તા.૪-૯-૨૫ રાખવામાં આવેલ છે.ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે મનોજ ઝેરોક્ષ કુબેરનાથ મંદિર વાળી શેરી (મો.૯૮૯૮૨ ૨૦૪૭૬), દરીયાલાલ આલુ ભંડાર નવાડેલા રોડ (મો.૯૮૯૮૧ ૧૪૩૪૮) અથવા કેવિન ગેસ એજન્સી નવા બસસ્ટેશનની સામે (મો.૯૮૭૯૮ ૩૪૦૩૪) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.આ સન્માન સમારોહ તા.૧૪-૯ ને રવિવારના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજવામાં આવશે.તથા વધુ માહિતી માટે પ્રમુખ રવિભાઈ કોટેચા તથા પ્રોજેક્ટ ચેરમેન રોનકભાઈ કારિયાનો સંપર્ક કરવો તેમ શ્રી રઘુવંશી યુવક મંડળે યાદીમાં જણાવે છે.
