મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી માનવતાની સેવા દ્વારા પિતૃ તૃપ્તિ
મોરબી જીલ્લામાં બોલેરોમાં ચોરખાનુ બનાવી બીયરના જથ્થાની હેરાફેરી: LCB ની ટીમે 17.19 લાખના મુદામાલ સાથે ત્રણને દબોચ્યા
SHARE







વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ રાણેકપર ગામના બોર્ડ પાસેથી બોલેરો પીક ગાડી પસાર થઇ રહી હતી જેને રોકીને એલસીબીની ટીમે ચેક કરી હતી ત્યારે તેમા બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી બિયરનો જંગી જથ્થો મળી આવેલ હતો જેથી પોલીસે 1680 બિયરનૈ ટીન મળી આવ્યા હતા જેથી 3,69,600 નો બિયર સહિત કુલ 17,19,600 ના મુદામાલ સાથે ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા અને એક શખ્સનુ નામ સામે આવ્યુ છે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેક તાલુકામાં બોલેરો ગાડીમાં દારૂનો જથ્થો ભરીને પસાર થવાનો છે તેવી હકીકત મળી હતી જેથી કરીને વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના બોર્ડ પાસે વોચ રાખવામાં આવી હતી અને ત્યારે મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી નંબર જીજે 36 વી 8323 વાળીમાં પસાર થઈ હતી જે ગાડીનું પાયલોટીંગ સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એજે 3900 કરતી હતી અને વાંકાનેર બાઉન્ડ્રી બાજુથી આ બોલેરો ગાડી મોરબી તરફ આવી રહી હતી દરમિયાન બોલેરો ગાડીને રાણેકપર ગામના બોર્ડ પાસે રોકવામાં આવતા ઘર વપરાશના સામાનની આડમાં ચોરખાનું બનાવીને બિયરના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ગાડીમાંથી 1680 બિયરના ટીન કબ્જે કર્યા હતા અને બિયર તથા બે વાહન મળીને કુલ 17,19,600 થી વધુની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી કલ્પેશ જયંતીભાઇ અઘારા, કલ્પેશભાઇ ઉર્ફે બાબો જેઠાભાઇ કલોતરા અને યોગેશભાઇ શનાભાઇ સીસા રહે. ત્રણેય જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વિજયભાઇ જયંતીભાઇ અધારા રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાનું નામ સામે આવેલ છે જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે નામ જોગ ગુનો નોંધીને તપાસમાં જેના નામ સમાવે તે આરોપીઓને પકડવા માટે થઈને સ્થાનિક પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી
