મોરબી જિલ્લાના ટુ, ફોર તથા ટ્રાન્સપોર્ટ વાહનના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબી તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક, રસોઈયા તથા મદદનીશની સહિત ૧૦ લોકોની ભરતી કરવા અરજીઓ મંગાવાઈ
SHARE







મોરબી તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક, રસોઈયા તથા મદદનીશની સહિત ૧૦ લોકોની ભરતી કરવા અરજીઓ મંગાવાઈ
મોરબી તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૦૪ સંચાલક, ૦૧ રસોઈયા તથા ૦૯ મદદનીશની સરકારએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા જે-તે ગામના સ્થાનિક ઉમેદવારોએ મામલતદાર મોરબી તાલુકા, રૂમ નં. ૬ મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી- મોરબીના સરનામે ૧૮/૧૦/૨૦૨૫ સુધીમાં પોસ્ટ મરફતે બંધ કવરમાં પહોંચતું કરવાનું રહેશે. આ અરજી અન્વયે ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે ઉમેદવારે મોરબી તાલુકા મામલતદાર કચેરીએ સ્વખર્ચે રજુ થવાનું રહેશે.
આ ભરતી અન્વયે મોરબી સાર્વજનિક પ્રાથમિક શાળામાં ૧ મદદનીશ, કલ્યાણગ્રામ પ્રાથમિક શાળામાં ૨ મદદનીશ, ખાખરાળા પ્રાથમિક શાળામાં ૧ મદદનીશ, મશાલવાડી પ્રાથમિક શાળામાં ૧ સંચાલક અને ૧ મદદનીશ, નવા જાંબુડીયા પ્રાથમિક શાળામાં ૧ સંચાલક અને ૧ મદદનીશ, ઝીકીયાળી પ્રાથમિક શાળામાં ૧ મદદનીશ, કોયલી પ્રાથમિક શાળામાં ૧ સંચાલક, ૧ રસોઈયા અને ૧ મદદનીશ તથા ખારચિયા-નવાપરા પ્રાથમિક શાળામાં ૧ સંચાલક અને ૧ મદદનીશ મળી ૦૪ સંચાલક, ૦૧ રસોઈયા તથા ૦૯ મદદનીશ એમ કુલ ૧૪ કર્મચારીઓની ભરતી કરવાની છે.
મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે કામ કરવા ઇચ્છતા ઉમેદાવાર ઓછામાં ઓછા એસ.એસ.સી પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ. અને રસોઈયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી નથી, પરંતુ તેમની તંદુરસ્તી સારી હોવી જોઈએ. અને અરજી ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો (રેશનકાર્ડ અથવા લાઈટ બિલ) આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ચૂંટણી કાર્ડની નકલ જોડવાની રહેશે. અરજી ફોર્મમાં ઉમેદવારે પોતાનો ફોટો ચોંટાડવાનો રહેશે અને મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે
