મોરબી જીલ્લામાં 5 કી.મી રેડ રન ડીસ્ટ્રીક્ટ મેરેથોનનુ આયોજન કરાયું
મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિના આપઘાત કેસમાં ચાર ભાગીદારોના આગોતરા જામીન મંજુર
SHARE







મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિના આપઘાત કેસમાં ચાર ભાગીદારોના આગોતરા જામીન મંજુર
મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ દ્વારા આપઘાત કરવામાં આવેલ હતો જે બનાવ સંદર્ભે મૃતકના બનેવીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક કારખાનેદારના ચાર ભાગીદાર સહિત ૬ સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં એક મહિલા સહિત બે આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, મૃતકના ચાર ભાગીદારોએ હાઇકોર્ટમા આગોતરા જામીન અરજી મૂકી હતી જેને હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.
મોરબીમાં રહેતા પ્રકાશભાઈ કુવરજીભાઈ ભાડજાએ ગત તા.૧૨-૮-૨૦૨૫ ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અમીતભાઈ વશરામભાઈ ચારોલા, ભાવેશભાઈ બાબુભાઈ વીડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઈ હરખાભાઈ સાણંદીયા તેમજ અર્ચીતભાઈ મહેતા અને એક મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓના સાળા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયાએ ૬થી ૭ વર્ષ પહેલા ભાગીદારીમાં ગ્લર સીરામીક નામનું કારખાનુ ભાડે રાખ્યું હતું અને ટાઈલ્સનો વેપાર ધંધો કરતા હતા.
જો કે, ચાલુ ધંધામાં ખોટ આવતા, આર્થીક તંગી હતી અને રૂપિયાની જરૂર હતી જેથી તેના ચાર ભાગીદાર અમીતભાઈ, ભાવેશભાઈ, બીપીનભાઈ અને મનોજભાઈના કહેવાથી ફરિયાદીના સાળાએ પોતાની ખેતીની જમીન, મકાન વહેચીને ૪.૩૭ લાખ ધંધામાં લાવ્યા હતા. જે રૂપિયા આપવા માટે અવાર નવાર કહ્યું હતું જો કે, ફરિયાદીના સાળાને ધાક-ધમકી આપીને તારા રૂપિયા આપવાના થતા નથી તારાથી જે થાય તે કરી લેજે હવે પછી ઉધરાણી કરવા આવીશ તો તને તારા ટાટીયા ભાંગી નાખશું તેવી ધાક-ધમકી આપવામાં આવી હતી જેથી આ લોકોના ત્રાસથી ફરિયાદીના સાળા સતત ટેન્સનમાં રહેતા હતા.
તો અમદાવાદની એક મહિલા સાથે ફરિયાદીના સાળાને પ્રેમ સબંધ હોય મહિલા સહિત બે વ્યક્તિ દ્વારા તેને ઈમોશનલ બ્લેકમેઈલ કરીને ધમકી આપવામાં આવતી હતી અને તેની પાસેથી રૂપિયા પડાવેલ હતા જેથી આરોપીઓના ત્રાસ અને ધમકીથી કંટાળીને અશોકભાઈએ ઝેરી દવા પી લેતા તેને મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ ગુનામાં મહિલા સહિત બે આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
જો કે, મૃતકના ચારેય ભાગીદારો દ્વારા મોરબીના એડવોકેટા બ્રિજેશ (ટીનાભાઈ) એચ. નંદાસણાને આ કેસમાં એડવોકેટ તરીકે રાખવામા આવ્યા હતા અને એડવોકેટ બ્રિજેશ એચ. નંદાસણાએ ઉપરોકત ચારેય આરોપીઓની આગોતરા જામીન અરજી હાઈકોર્ટમાં કરી હતી અને બંને પક્ષેથી કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને હાઈકોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી મંજુર કરેલ છે આ કેસમાં આરોપીઓના એડવોકેટ તરીકે મોરબીના એડવોકેટ બ્રિજેશ એચ. નંદાસણા તથા હાઈકોર્ટના સીનીયર એડવોકેટ યતીન સોની રોકાયેલ હતા.
