મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓનો અંતરિક્ષયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વેબીનાર યોજાયો
SHARE







મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓનો અંતરિક્ષયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વેબીનાર યોજાયો
મોરબીમાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં પ્રતિષ્ઠિત OSCE (ICSE/ISC) બોર્ડ સફળતાપૂર્વક કાર્યરત છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓને સર્વાગી, આધુનિક તથા મૂલ્ય આધારિત શિક્ષણની ઉત્તમ તક મળી રહી છે. તાજેતરમાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઇન્સપાયર વેબીનારમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વિશેષ વેબિનારમાં ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા (ભારતીય વાયુસેનાના પ્રતિભાશાળી ટેસ્ટ પાયલટ, SRO ના ગગનયાત્રી તથા CISCEના ગર્વિત ભૂતપૂર્વ વિદ્યાર્થી) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના જીવનપ્રવાસની પ્રેરણાદાયક વાતો વિદ્યાર્થીઓ સાથે વહેંચતાં જણાવ્યું હતું કે જિજ્ઞાસા, સંકલ્પ અને અવિરત પ્રયત્નોથી અશક્ય લાગતું પણ શક્ય બની શકે છે. તેમનું પ્રેરણાસ્પદ સંબોધન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, સ્વપ્ન અને નવી શોધપ્રત્યેની ભાવના જગાવી ગયું હતું. ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ પરિવાર CISCEનો આ સુપ્રેરણાદાયક સત્ર માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને વિદ્યાર્થીઓને આવા જ પ્રેરણાદાયી અવસરોથી સતત શીખવાની પ્રેરણા મળે તેવી શુભેચ્છા પાઠવે છે.
