મોરબીના કેરાળી ગામે પગપાળા જતા પડી ગયેલ વૃદ્ધનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત
કરુણા હેલ્પલાઈન: મોરબી જિલ્લામાં 8 વર્ષમાં 21 હજારથી વધુ પશુ-પક્ષીઓને સારવારથી નવજીવન મળ્યું
SHARE







કરુણા હેલ્પલાઈન: મોરબી જિલ્લામાં 8 વર્ષમાં 21 હજારથી વધુ પશુ-પક્ષીઓને સારવારથી નવજીવન મળ્યું
મોરબી જિલ્લામાં ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨’ પશુ-પક્ષીઓ માટે દેવદૂત સમાન સાબિત થયો છે. છેલ્લા આઠ વર્ષથી કાર્યરત આ હેલ્પલાઇન થકી 21 હજારથી વધુ પશુ પક્ષીઓને નવજીવન મળ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017 થી શરૂ કરાયેલ કરુણા હેલ્પલાઈનને 8 ૦૮ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે EMRI GHS અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવાથી મોરબી જીલ્લામાં અનેક પશુ પક્ષીને સમયસર સારવાર મળી હતી જેથી કરીને તેઓને નવજીવન મળ્યું હતું. વધુમાં માહિતી આપતા કરુણા હેલ્પલાઈનના ડો. વિપુલભાઈ કાનાણએ જણાવ્યુ હતું કે, પશુ પક્ષીઓની હર હંમેશ દરકાર લેવામાં આવે છે અને મોરબીમાં છેલ્લા 8 વર્ષમાં કુલ 21836 પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં 17296 શ્વાન, 3062 ગાય, 628 બિલાડી તેમજ કબૂતર સહિત સુરખાબ, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા અને ઊંટ વિગેરેનો સમાવેશ થાય છે
