મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા ઉદ્યોગ સાહસિકતા સેમિનાર યોજાયો
વાંકાનેરમાં કોળી સમાજની વાડીનું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ
SHARE







વાંકાનેરમાં કોળી સમાજની વાડીનું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ
વાંકાનેરના કોળી સમાજ માટે શહેરના નજીક થાન રોડ પર આવેલ પવિત્ર સ્થળ માંધાતા ધામ, ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથબાપુના મંદિર પ્રાંગણમાં કોળી સમાજ વાડીનું નિર્માણ કર્યું છે અને તે વાડીનું ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ વાડીના ઉદ્ઘાટન પ્રસંગે કાળાસર જગ્યાના મહંત વાલજીભગત તેમજ મુખ્ય અતિથિ તરીકે પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા અને ચુવાડીયા કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જીંજવાડીયા સહિતના હાજર રહ્યા હતા આ તકે શ્રી કોળી સમાજ વાડીના સ્થાપક અને મુખ્ય દાંતા શ્રીમતિ જીજ્ઞાસાબેન મેરે જણાવ્યુ હતું કે, સમાજવાડીએ કોળી સમાજની એકતાનું પ્રતિક છે. કોળી સમાજની આ નવનિર્મિત વાડી સમાજના સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યો માટે એક મંચ પૂરો પાડશે. આ સાથે સમસ્ત કોળી સમાજના તમામ ગામના સરપંચો, આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા જય માંધાતા અને જય વેલનાથના નાદથી માંધાતા ધામના શુત્ર શ્રદ્ધા સાથે એકતાનું પ્રતિકને સાર્થક કર્યું હતું.
આ લોકાર્પણ કાર્યક્રમના આયોજકોમાં જીજ્ઞાસાબેન મેર, વાઘજીભાઈ ડાંગરોચા, ચતુરભાઈ મકવાણા, કાળુભાઈ કાકરેચા, રતિલાલભાઈ અણીયારીયા, ભગવાનજીભાઈ મેર, રાજુભાઈ ભૂવા મેર, દામજીભાઈ ધોરીયા, જિતેન્દ્રભાઈ ધરજીયા, રમેશભાઈ સારલા, ગોરધનભાઈ સરવૈયા, મગનભાઈ રાઠોડ, જયંતિભાઈ સાબરિયા, રાજુભાઈ માલકિયા, લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ જાડા, પ્રેમજીભાઈ વીંજવાડીયા, પ્રભુભાઈ, સુખદેવભાઈ ડાભી અને દેવાભાઈ વિંજવાડીયાએ જહેમત ઉઠાવી હતી.
