મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને ન કરવાનું કરી નાખ્યું
SHARE







મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને ન કરવાનું કરી નાખ્યું
મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ક્વાર્ટરની અંદર ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ પાર્થ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા ગોવિંદભાઈ પ્રકાશભાઈ કુશવાહ (22) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ક્વાર્ટરની અંદર ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ એન.એસ.મેસવાણિયા ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.
દારૂની એક બોટલ સાથે પકડાયો
મોરબીના લાતી પ્લોટ શેરી નં-6 ના નાકા પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે સોકતભાઈ કાસમભાઈ પઠાણ (39) રહે. મદીના સોસાયટી વીસીપરા મોરબી વાળાને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
