વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં ૨૪ વર્ષ સુશાસન-સેવાના વિશેષ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં 15 ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ
SHARE







મોરબીમાં 15 ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ
મોરબીમાં આગામી ૧૫ મી ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલાના જન્મદિવસ નિમિત્તે બપોરે ૩ થી ૬ કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ડાયાબિટીસ અનેબી.પી.નુ નિદાન ડૉ.ચાર્મીબેન આદ્રોજા (યોગીકૃપા કલીનીક) દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે તથા જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા પરીવાર તરફથી લોકોને ૩ દિવસની દવા ફ્રી આપવામાં આવશે.
તેમજ વધારાની સેવાઓ જેવી કે તાવ, શરદી, ઉધરસ વિગેરે ચેક કરી દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.તેમજ જયસુખભાઇ ભાલોડીયા દ્વારા હાથ-પગ, કમર, સાંધાના દુઃખાવા તેમજ વા ના દર્દીઓને પોઇન્ટ આપી ફ્રી સારવાર આપવામાં આવશે.જેનો લાભ લેવા યાદીમાં જણાવેલ છે.
