મોરબીમાં 15 ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ
મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં સાધ્વીજી નમ્રદર્શિતાશ્રીજી મ.સા. ની ૧૦૬ મી આયંબિલની ઓળીની પૂર્ણાહુતી પ્રસંગે મહાપ્રસાદ યોજાયો
SHARE







મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં સાધ્વીજી નમ્રદર્શિતાશ્રીજી મ.સા. ની ૧૦૬ મી આયંબિલની ઓળીની પૂર્ણાહુતી પ્રસંગે મહાપ્રસાદ યોજાયો
મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા મોરબીના જલારામ ધામ ખાતે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે.ત્યારે સાધ્વીજી નમ્રદર્શિતાશ્રીજી મ.સા. ની ૧૦૬ મી આયંબિલની ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે મોરબીના માતુશ્રી જશવંતીબેન પ્રતાપરાય મહેતા પરિવાર દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાયો હતો.આ પ્રસંગે જતીનભાઈ મહેતા, જયેશભાઈ ટોળીયા, જતીનભાઈ શેઠ, ચેતનભાઈ શેઠ, હેતભાઈ શેઠ સહીતના જૈન સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે મહાપ્રસાદ પિરસી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.
મોરબીના મહેતા પરિવારના આ પ્રેરણાદાયી કાર્ય બદલ મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, કીશોરભાઈ ચંડીભમર, નિરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, સંજયભાઈ હીરાણી, અનિલભાઈ ગોવાણી, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, અમિતભાઈ પોપટ, હીતેશભાઈ જાની, વિપુલભાઈ પંડીત સહીતના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
