હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી: મોરબી જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભાજપની કાર્યશાળા યોજાઇ
SHARE







હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી: મોરબી જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભાજપની કાર્યશાળા યોજાઇ
સમગ્ર દેશની અંદર હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત લોકોને ભારતમાં આત્મનિર્ભર બનાવવા માટે થઈને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે મોરબીમાં પ્રદેશ ભાજપના આગેવાન પંકજભાઈ શાહની હાજરીમાં ભાજપની કાર્યશાળા યોજાઇ હતી અને આગામી સમયમાં સમગ્ર ગુજરાતની અંદર વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવે તેના માટે ઘર ઘર સુધી તે વાત પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન આગેવાનો દ્વારા આપવામાં આવ્યું હતું
મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે આજે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે કચ્છ જિલ્લાના માજી ધારાસભ્ય અને પ્રદેશના આગેવાન પંકજભાઈ શાહ હાજર રહ્યા હતા તે ઉપરાંત રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી જિલ્લા અનુ.જાતિ. મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને ભુપતભાઈ જારીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને પ્રદેશમાંથી આવેલા પંકજભાઈ શાહ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન ઉપર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે દેશવાસીઓને આહવાન કરવામાં આવી રહ્યું છે ત્યારે હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ થાય તેના માટે થઈને ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓને વિસ્તૃત માહિતી અને સમજ આપવામાં આવી હતી અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને ઉત્પાદનમાં થાય તેના માટે ભાજપ પરિવાર દ્વારા વધુમાં વધુ યોગદાન આપવા આપવામાં આવે તેના માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
