મોરબી નજીકથી ગેસના બટલા ભરેલ ટ્રક નશાની હાલતમાં લઈને નીકળેલા વાહન ચાલકે સર્જ્યો અકસ્માત
હળવદમાં જાથાએ કરેલ કાર્યવાહી સામે રોષ, જયંતભાઇ પંડ્યા સામે પગલા લેવાની માંગ, એસપીને આવેદનપત્ર પાઠવ્યું
SHARE







હળવદમાં જાથાએ કરેલ કાર્યવાહી સામે રોષ, જયંતભાઇ પંડ્યા સામે પગલા લેવાની માંગ, એસપીને આવેદનપત્ર પાઠવ્યું
ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા થોડા સમય પહેલા હળવદ શહેરમાં ફિરોજભાઈ સંધિ ના ઘરની અંદર મોગલ માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે ત્યાં પોલીસ સાથે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેના વિરોધમાં આજે મોગલ માં સાથે આસ્થા અને શ્રદ્ધાથી જોડાયેલા લોકો દ્વારા એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ભુવા વિશે ખોટી ગેરસમજ અને વાહિયાત વાતો કરવા બદલ ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
હળવદ શહેરમાં ધાંગધ્રા દરવાજા પાસે આવેલ રાવલફળીમાં રહેતા ભુવા ફિરોજભાઈ સંધિના ઘરની અંદર મોગલ માતાજીનું મંદિર આવેલું છે અને તેઓની ત્યાં મોગલ માતાજીના મંદિરે લોકો આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલા છે ત્યારે આ જગ્યા ઉપર થોડા સમય પહેલા ગત તા 7/ 10 ને મંગળવારના રોજ ભારત જનવિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા અને તેઓની ટીમ પોલીસને સાથે રાખીને પહોંચી હતી અને ભુવા ફિરોજભાઈને સ્થળ ઉપર એવું કહ્યું હતું કે આ જગ્યાએ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવો છો, દર્શને આવતા લોકો પાસેથી રૂપિયા ઉઘરાવો છો વિગેરે જેવી વાતો કરી હતી જોકે આવી કોઈ પણ વસ્તુ ત્યાં કરવામાં આવતી નથી અને લોકો સ્વયંભૂ રીતે પોતાની જાતે મંદિરે દર્શન કરવા માટે અને આરતી તથા પ્રસાદનો લાભ લેવા માટે થઈને આવતા હોય છે. ત્યારે ભારત જન વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા દ્વારા ભુવા વિશે ખોટો વાણી વિલાસ કરીને બદનામ થાય તેવું કૃત્ય કરવામાં આવ્યું છે અને ભક્તજનોની લાગણી દુબઈ તેવુ કૃત્ય કરવામાં આવ્યું છે જેથી જાથાની આ પ્રવૃત્તિ સામે પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એસપી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે રમેશભાઈ રબારી, વિનોદભાઈ ડાભી, રામભાઈ રબારી સહિતના આગેવાનો તેમજ ભુવા ફિરોઝભાઈ સંધી સહિતના લોકો હાજર રહ્યા હતા.
