માળીયા (મી)નાં વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજીનાં મંદિર સ્નેહમિલન-અન્નકૂટ દર્શન યોજાશે
SHARE







માળીયા (મી)નાં વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજીનાં મંદિર સ્નેહમિલન-અન્નકૂટ દર્શન યોજાશે
માળીયા મિયાણાં તાલુકાનાં વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વવાણીયા ખાતે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિરે દર વર્ષે જે રીતે સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 22/10 ને બુધવારના રોજ સવારે 9 કલાકે નૂતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શન ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્વ. લખમણભાઈ રવાભાઈ બાલાસરા હસ્તે સુપુત્ર જીતેશભાઈ લખમણભાઈ બાલાસરા રહે. જુના નાગડાવાસ વાળા 4 લાખ રૂપિયા આપીને અન્નકૂટ મહોત્સવ 2025 ના મુખ્ય સહયોગી બન્યા છે. જેથી આ ધાર્મિક કાર્યક્રમ અને પરિવારિક કાર્યક્રમમાં સમાજના તમામ લોકોને આવવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.
