મોરબી જીલ્લામાં ખેડૂતો સાથે થતી કળદા પ્રથા-અત્યાચાર બંધ કરાવવા આપે આવેદન આપ્યું
મહિલાની સળગાવેલ લાશનો મામલો: મોરબીમાં પત્ની અને બે દીકરા સાથે ઝઘડા કરતાં સાસુનું જમાઈએ મિત્રો સાથે મળીને કાસળ કાઢી નાખ્યું, એકની ધરપકડ: બેની શોધખોળ
SHARE
મહિલાની સળગાવેલ લાશનો મામલો: મોરબીમાં પત્ની અને બે દીકરા સાથે ઝઘડા કરતાં સાસુનું જમાઈએ મિત્રો સાથે મળીને કાસળ કાઢી નાખ્યું, એકની ધરપકડ: બેની શોધખોળ
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા ગામની સીમાથી અજાણી 45 થી 50 વર્ષની મહિલાની સળગાવેલી હાલતમાં થોડા દિવસો પહેલા લાશ મળી હતી જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા અને મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાનો એલસીબીની ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે અને પતિની તેમજ બે દીકરા સાથે ઝઘડા કરતાં સાસુની તેના જ જમાઈએ બે મિત્રોની સાથે મળીને હત્યા કરી હતી અને ત્યાર બાદ બાઇક ઉપર બાઇકને ઘટના સ્થળે લઈ જઈને પેટ્રોલથી છાંટીને મહિલાની લાશને સળગાવી હોવાનું સામે આવ્યું છે આ ગુનામાં એક આરોપીને પકડવામાં આવેલ છે અને બે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
મોરબીના આંદરણા ગામની સીમમાં હરખજીભાઈ કુંડારીયાની વાડીના સેઢા પાસે સળગેલી હાલતમાં ગત તા 13 ના રોજ મહિલાની લાશ મળી આવી હતી જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટિમ ત્યાં પહોચી હતી અને અજાણી 45 થી 50 વર્ષની મહિલાની હત્યા કરીને તેની લાશને સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું જોવા મળ્યું હતું જેથી મૃતક મહિલાની લાશને પીએમ માટે હોસ્પિટલે ખસેડી હતી અને હત્યાના આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તથા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તેને પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં એલસીબીની ટીમે હત્યાના બાનવનો ભેદ ઉકેલી નાખેલ છે.
જેની વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ ટેકનિકલ માધ્યમ અને હ્યુમન સોર્સિસથી હક્કિત મળી હતી કે, બાઇક નં જીજે 1 ડીએન 2721 લઈને પસાર થઈ રહેલ શખ્સ હત્યાના ગુનામાં સંડોવાયેલ છે. જેથી એલસીબીની ટીમે તેને રોકીને પુછપરછ કરી હતી અને તે શખ્સનું નામ નાનેશ્વર પંડેરી પંવાર હોવાનું સામે આવ્યું હતું અને તેને કહ્યું હતું કે, હું પીપળી ગામ પાસે શીવ પાર્કમા મારા બે પુત્ર અને પત્ની તેમજ સાસુ સુશિલાબેન વસંતભાઇ પાટિલ સાથે રહું છું અને મારા સાસુ વગર વાંકે મારી પત્ની તથા મારા બંન્ને બાળકો સાથે નાની નાની વાતમાં ઝઘડો કરતાં હતા. અને જેમ ફાવે તેમ અપશબ્દો બોલતા હતા જેથી તે કંટાળી ગયેલ હતો. દરમ્યાના નાનેશ્વરના પત્ની અને મોટો દીકરો વતનમા ગયા હતા અને નાનો દીકરો અભ્યાસ કરતો હતો.
તેવામાં નાનેશ્વર પંડેરી પંવારએ તેના મિત્ર રાહુલ ડામોર અને રાહુલના મિત્ર સાથે મોરબીમાં આવેલ માળીયા ફાટક પાસે મળીને તેની સાસુને ગળેટુપો આપી મારી નાખી અવાવરૂ જગ્યાએ લાશ સળગાવી નાશ કરી નાખવાનો પ્લાન બનાવેલ હતો અને ત્યાર બાદ ગત રવિવારે રાતના બાર વાગ્યાના અરસામાં નાનેશ્વર પંવારની સાસુ ઘરમાં સુતા હતા તેનો નાનો દિકરો પણ ઘરે સૂતો હતો ત્યારે રાહુલ ડામોર અને તેનો મિત્ર ત્યાં આવ્યા હતા અને નાનેશ્વરે તેની સાસુના પગ પકડી રહ્યા હતા અને રાહુલે મોઢુ દબાવી અને રાહુલના મીત્રએ ગળેટુપો આપીને તેની હત્યા કરી હતી
ત્યાર બાદ કોથળામા લાંશ મુકીને રાહુલ અને તેનો મિત્ર નાનેશ્વરના બાઈકમાં લાશને આંદરણા ગામ પાસે લઈ ગયા હતા અને ત્યાં મૃતક મહિલાને પેટ્રોલ છાંટીને સળગાવી દઇને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં રાહુલ અને તેનો મિત્ર નાનેશ્વરને તેનું બાઇક પાછું આપી ગયા હતા તેવી કબુલાત આપેલ છે. જેથી હત્યાના આ બનાવમાં પોલીસે આરોપી નાનેશ્વર પંડેરી પંવાર (41) રહે. હાલ શિવપાર્ક પીપળી મોરબી મુળ. કલમસરા મહારાષ્ટ્ર વાળાની ધરપકડ કરેલ છે અને ગુનાના કામે વપરાયેલ બાઇક નંબર જીજે 3 ડીએન 2721 તેમજ એક મોબાઈલ મળીને 55 હજારની કિંમતનો મુદામાલ કબ્જે લેવામાં આવેલ છે. અને આ ગુનામાં રાજસ્થાનનો રાહુલ ડામોર તેમજ તેની સાથે આવેલ શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને જે.પી.કણસાગરા તેમજ પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી.ની ટીમે કરી હતી