મોરબીના રવાપર રોડે મહિલાના ગળામાંથી 80 હજારના સોનાના ચેનની ચીલઝડપ
હળવદના નવા દેવળીયા નજીક આર્ટિકાના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત
SHARE
હળવદના નવા દેવળીયા નજીક આર્ટિકાના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત
હળવદના નવા દેવળીયા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા આધેડના બાઇકને આર્ટિકા કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલ શખ્સને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને કાર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી છૂટ્યો હતો જેથી હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા હિરેનકુમાર પ્રવીણભાઈ વરમોરા (28)એ આર્ટિકા કાર નંબર જીજે 10 ટીવાય 8101 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પિતા નવા દેવળીયા ગામના પાટીયા નજીકથી મોરબી હાઇવે રોડ ઉપર પોતાનું બાઈક નંબર જીજે 36 જે 6139 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ફરિયાદીના પિતા પ્રવીણભાઈ વરમોરાના બાઇકને આરોપીએ તેની કારથી હેડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને આ બનાવમાં ફરિયાદીના પિતાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું અને કાર ચાલક પોતાની કાર સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.