વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે ​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હમીરપર-નવા રોહિશાળા આયુષ્માન આરોગ્ય મંદિરોને આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તા બદલ મળ્યા રાષ્ટ્રીય કક્ષાના NQAS પ્રમાણપત્ર


SHARE



























મોરબી જિલ્લામાં હમીરપર-નવા રોહિશાળા આયુષ્માન આરોગ્ય મંદિરોને આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તા બદલ મળ્યા રાષ્ટ્રીય કક્ષાના NQAS પ્રમાણપત્ર

ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના હમીરપર તથા રોહિશાળા આયુષ્માન આરોગ્ય મંદિરોને નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે ક્રમશ: ૯૫.૨૫ ટકા અને ૯૨.૩૮ ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાના NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત આપવામાં આવ્યા છે. આ સિદ્ધી જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવતા અને કાર્યક્ષમતાના ઉન્નત સ્તરને પ્રદર્શીત કરે છે.

મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના હમીરપર આયુષ્માન આરોગ્ય મંદિર તથા નવા રોહિશાળા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતૃત્વ સબંધિત સેવાઓ, બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટૂંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ જેવી બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી, દર્દી કેન્દ્રિત સેવાઓની ઉપ્લબ્ધ્તાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી અનુષંધાને બંન્ને આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાના NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે. જેથી ઈન્ચાર્જ ડીડીઓ નવલદાન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.હાર્દિક રંગપરિયા સહિતના અધિકારીઓએ બંન્ને આયુષ્માન આરોગ્ય મંદિરના તમામ સ્ટાફ્ને શુભેચ્છાઓ પાઠવી હતી.


















Latest News