મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા વાંકાનેરમાં ફટાકડા ફોડવાની ના પડતાં પરિવારના લોકોને ધોકા-પાઇપથી માર મારવાના બનાવમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનાના ક્વાર્ટરમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત વાંકાનેરમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા આધેડ અને તેના દીકરા-દીકરીને બે મહિલા સહિત 6 લોકોએ મારમાર્યો: રાજપર ગામ પાસેથી બાઇકની ચોરી મોરબીના રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળ્યો: ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૩૦ નવેમ્બર સુધી હથિયારબંધી; ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ


SHARE



























મોરબી જિલ્લામાં ૩૦ નવેમ્બર સુધી હથિયારબંધી; ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦/૧૧ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા  ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવાયો છે.આ ઉપરાંત મનુષ્યો, શબો, આકૃતિઓ, પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની, ભેદભાવ અથવા ચેષ્ટા કરવાની, તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો/વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા કે ફેલાવો કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું સરકારી નોકરીમાં કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશક્તો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય, સક્ષમ સતાધિકારી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહિ.
 
ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ
મોરબી જિલ્લામાં સરકારી કર્મચારીઓની વિવિધ માંગો, સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરુદ્ધ જુદા-જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે સમગ્ર જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તારીખ ૩૦/૧૧ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર, કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવવામાં આવ્યો છે


















Latest News