મોરબી-વાંકાનેર હાઇવે ઉપર પગપાળા જતા યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા સારવાર દરમિયાન યુવાનનું મોત
હળવદનાં ટિકર નજીક નર્મદા કેનાલના ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત
SHARE
હળવદનાં ટિકર નજીક નર્મદા કેનાલના ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ટિકર ગામ નજીક આવેલી નર્મદા કેનાલના ઝંપલાવીને યુવાને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને કેનાલમાથી કાઢીને સિવિલે પીએમ માટે ખસેડાયો હતો અને હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટિકર ગામ નજીક આવેલી નર્મદા કેનાલના કાંઠેથી ટીકરના યુવાન યુવાનનું ધનરાજ દિનેશભાઇ કોળી (૧૯) નું બાઈક, કપડાં, મોબાઈલ મળી આવતા તેને કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી યુવાનને શોધવા માટે કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને કેનાલમાથી ધનરાજ દિનેશભાઇ કોળીની લાશ મળી આવી હતી જેથી કરીને પોલીસે આપઘાતના આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
ઉલ્ટી બાદ મોત
મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ આઇકોન સિરામિકની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં ધનજીભાઇ મેરૂભાઇ નગવાળીયા (ઉ.૫૭) ગઇકાલે સવારે ૧૦ વાગ્યાના અરસામાં તેની ઓરડીમાં હતા ત્યારે તેને લોહીની ઉલટી થઈ હતી અને તે બેભાન થઇ જતા તેનું મોત નીપજયું હતું અને પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મરણજનારને જુની ફેફસા અને કેંસરની બિમારી હતી હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે