મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં હોંશે હોંશે વેક્સિન લેવા જતાં લોકો હેરાનગતિ દ્દુર કરવા પૂરતો જથ્થો આપવા ધારાસભ્યની આરોગ્ય કમિશનર સમક્ષ માંગ


SHARE













મોરબી જીલ્લામાં હોંશે હોંશે વેક્સિન લેવા જતાં લોકો હેરાનગતિ દ્દુર કરવા પૂરતો જથ્થો આપવા ધારાસભ્યની આરોગ્ય કમિશનર સમક્ષ માંગ

ત્રીજી વેવને ધ્યાને રાખીને મોરબીમાં ૨૦૦૦ જેટલી બેડ, ઓક્સિજન અને અન્ય સાધન સામગ્રીનું આગોતરું આયોજન: મોરબી સિવિલમાં ઓર્થોપેડિક સર્જન મૂકવા અને માં કાર્ડની મુશ્કેલી દૂર કરવા રજૂઆત


ગુજરાત સરકારમાં આરોગ્ય વિભાગમાં સચિવ અને આરોગ્ય તબીબી અને તબીબી શિક્ષણના કમિશ્નર જયપ્રકાશ શિવ હરેને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રૂબરૂ મળીને મોરબી ખાતેની સરકારી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ઘણા લાંબા સમયથી કાર્યરત છે પરંતુ ઓર્થોપેડિક સર્જનની જગ્યા ખાલી હોવાને કારણે હાડકાના દર્દીઓની આ ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી સારવાર મેળવવામાં મુશ્કેલી પડે છે. તે જોતાં ઓર્થોપેડિક સર્જનની જગ્યા તાત્કાલિક ભરવી જરૂરી છે. તદુપરાંત મેડિકલ ઓફિસર વર્ગ– ૨ તેમજ જુદા જુદા વિભાગના સ્પેશ્યાલિસ્ટ મેડિકલ ઓફિસર વર્ગ– ૧ ની ખાલી જગ્યાઓ પણ દર્દીઓના વ્યાપક હિતમાં ભરવી જરૂરી છે.

મોરબી ખાતે છેલ્લા કેટલાક સમયથીમાં કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગયેલ છે. જેથી લાભાર્થીઓને મુશ્કેલી પડે છે તે નિવારવા માં કાર્ડ અને આયુષ્યમાન ભારતના સંયોગીકરણ કરવાની પ્રક્રિયા અન્વયે સર્વર તાત્કાલિક કાર્યાવિન્ત  થાય તેમ કરવું પણ જરૂરી છે. તેમજ મોરબી ખાતે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યઓ, હોદેહારઓ, ભાજપ સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યઓ, સાંસદ સભ્યઓએ વેક્સિન માટે લોક જાગૃતિ કેળવવા ભારે મોટું અભિયાન આદર્યું છે અને લોકો પણ હોંશે હોંશે વેક્સિન કેન્દ્રો પર રસી લેવા તલપાપળ બનતા હોય છે. પરંતુ કમનશીબે વેક્સિનને પૂરતો જથ્થો મોરબીને ન મળવાને કારણે લોકોને પરેશાન થવું પડે છે તે સ્થિતિ નિવારવા પૂરતો વેક્સિનનો જથ્થો મોરબીને મળે તેવી પણ માંગણી કરી છે.

તદુપરાંત મોરબી ખાતે આગામી શૈક્ષણિક સત્રથી ૧૦૦ વિધાર્થીઓના પ્રવેશની પ્રથમ બેન્ચની મેડિકલ કોલેજ ગિબ્શન મિડલ સ્કૂલમાં કાર્યાવિન્ત થાય તે માટે સતત મોનિટરિંગ થતું રહે તે જોવા પણ આગ્રહ સેવ્યો હતો. મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ, પેરા મેડિકલની ખાલી જગ્યાઓ પણ ભરાય તેમ કરવું પણ ખૂબ જરૂરી છે. મોરબીમાં કોરોના બીજા વેવમાં વધુ સંક્રમિત થયો હતો તેમજ ઓક્સિજનની અને બેડની  અછત પણ ઊભી થયેલી. તે જોતાં ઈચ્છીએ નહીં છતાં પણ કોરોનાનો ત્રીજો વેવ આવે તો તેને પંહોચી વળવા ૨૦૦૦ જેટલી બેડ, ઓક્સિજન અને અન્ય સાધન સામગ્રીનું આગોતરું આયોજન પણ કરી રાખવા ધારાસભ્યએ ખાસ નિર્દેશ કર્યો હતો.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ




Latest News