મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લોકોને સરકારી યોજનાનો લાભ મળે તે માટે શરૂ કરાયું “ભારતીય જનતા પાર્ટી સેવાકેન્દ્ર”


SHARE







વાંકાનેરમાં લોકોને સરકારી યોજનાનો લાભ મળે તે માટે શરૂ કરાયું “ભારતીય જનતા પાર્ટી સેવાકેન્દ્ર”

વાંકાનેરના લોકો માટે  વાંકાનેર શહેરમા  વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, આવકના દાખલા, જાતિ નાદાખલા, આવાસ યોજનાના ફોર્મ વગેરે સરકારી યોજનાના ફોર્મ વિનામૂલ્યે ભરી આપી જરૂરિયાત મંદ લોકોની સેવા માટેનું કેન્દ્ર એટલે “ભારતીય જનતા પાર્ટી સેવાકેન્દ્ર” આંબેડકરનગર મેઇન રોડ ખાતે વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલાના વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યું છે આ તકે પ્રદેશ કારોબારીના સભ્ય કાળુભાઈ કાંકરેચામોરબી જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, જિલ્લા ઉપપ્રમુખ ગાંડુભાઈ ધરજિયા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમૃતલાલ ઠાકરાણી, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણિયારિયા, મહામંત્રી હીરાભાઈ બાંભવા શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઠવીતાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર નગરપાલીકાના કોર્પોરેટર ગજેન્દ્રસિંહ રાઠોડ, અમરસિંહ મઢવી, પૂર્વ ડાયરેક્ટર માટીકામ કલાકારી સુરેશભાઇ પ્રજાપતિ ,પૂર્વ કોર્પોરેટર, હોદેદારો અને યુવા કાર્યકરો હાજર રહ્યા હતા અને આ તકે વાંકાનેરના સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા લોકોને ઝડપથી વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી






Latest News