“સાવધાન”: મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરનારા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબીના રામક્રુષ્ણનગર અને રાપરની સીમમાં જુગારની રેડ : ૭ મહિલા સહિત ૧૩ જુગારી ૫૮,૭૨૦ ના મુદામાલ સાથે પકડાયા
SHARE
મોરબીના રામક્રુષ્ણનગર અને રાપરની સીમમાં જુગારની રેડ : ૭ મહિલા સહિત ૧૩ જુગારી ૫૮,૭૨૦ ના મુદામાલ સાથે પકડાયા
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કુળદેવી પાન પાછળ રામક્રુષ્ણ નગરના મકાનમાં તેમજ રાપર ગામની સીમમાં જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી જેમાં સાત મહિલા જુગારી સહિત કુલ મળીને ૧૩ જુગારીઓને જુગાર રમતા પકડવામાં આવેલ છે અને તેની પાસેથી પોલીસે કુલ મળીને ૫૮૭૨૦ નો મુદામાલ કબ્જે કર્યો છે
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કુળદેવી પાન પાછળ રામક્રુષ્ણ નગર બ્લોક નંબર આર-૧૦ મકાનમાં મકાન માલિક જયાબેન રમેશભાઇ લાલકિયા જુગાર રમાડે છે તેવી હક્કિત બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ઘર ધણી જયાબેન રમેશભાઇ લાલકિયા (૬૦) રહે. કુળદેવી પાન પાછળ રામક્રુષ્ણનગર, હીનાબેન ગીરધરભાઇ ધામેચા (૪ર) રહે. રફાળેશ્વર મફતીયાપરા, મેધાબેન અશ્વિનભાઇ સપટ (૨૯) રહે. દરબારગંઢ જાનીશેરી, લીલાબેન ગોવિદભાઇ ખોટ (૫૧) રહે. રફાળીયા નિશાળ વાળી શેરી, શાહિનબેન નુરમહંમદભાઇ સુમરા (૩૨) રહે. વેરાવળ ગોવિંદપરા, ઉષાબેન અશ્વિનભાઇ સપટ (૪૮) રહે. દરબારગઢ જાનીશેરી અને મજુબેન લાભુભાઇ કાંટા (૪૯) રહે. રામકૃષ્ણ સોસાયટી ખોડીયાર માતાજીના મંદિર પાસે વાળી જુગાર રમતા મળી આવી હતી જેથી કરીને પોલીસે રોકડા રૂપીયા ૨૫૭૨૦ તથા ૪ મોબાઇલ જેની કિંમત ૧૭,૫૦૦ આમ કુલ મળીને ૪૩૨૨૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી તાલુકાના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે પીએસઆઈ વી.જી.જેઠવા તથા સ્ટાફના માણસો દ્વારા રાપર ગામની રાપરીયુ સીમમાં કેનાલ બાજુમાં ખરાબામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વિનોદભાઇ વાલજીભાઇ ચૌહાણ (૪૦) રહે. ધુટું, વિરેન્દ્રભાઇ લાલજીભાઇ અમૃતીયા (૪૫) રહે. જેતપર, પ્રેમજીભાઇ ગોકળભાઇ અમૃતીયા (૫૦) રહે. જેતપર દાનાભાઇ પ્રેમજીભાઇ પરમાર (૩૦) રહે. માણાબા, અબ્દુલભાઇ મામદભાઇ પીલુડીયા (૫૪) રહે. ચકમપર અને નાગજીભાઇ ખીમાભાઇ પરમાર (૪૧) રહે. જેતપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૫૫૦૦ ની રોકડ કબજે કરીને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”