મોરબીમાં સરકારી શાળા બંધ, શેરી શિક્ષણ આપતા માધાપરવાડી શાળાના શિક્ષકો
“સાવધાન”: મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરનારા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE
“સાવધાન”: મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરનારા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબીના જેતપર રોડે બે સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરીને માલ માંગવી લીધા બાદ રૂપિયા નહીં આપીને છેતરપિંડી કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલા શખ્સો સામે પાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા બંને આરોપીને રાજકોટ અને આમદવાદની જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવેલ છે
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપ રોડમાં પાસે સત્તાધાર-૨ સોસાયટીમાં શિલ્પ પેલેસમાં રહેતા પારસભાઇ જયસુખભાઇ ગોધાણી જાતે પટેલ (ઉ.૨૪)નું બેલા ગામની સીમમાં લીઝા ટાઇલ્સ નામનું સિરામિકનું કારખાનું આવેલ છે ત્યારે ટાઇલ્સના બોક્ષ લીધા બાદ ૬.૫૯ લાખ ન આપીને છેતરપિંડી કરવામાં આવી હતી તેવી જ રીતે કાલિદાસ ઉર્ફે કાળુભાઇ જાદવજીભાઇ માકસણા (૩૪)નું પીપળી ગામની સીમમાં આવેલ સેફોન સિરામિક નામના કારખાનેથી ટાઇલ્સના ૧૭૫૦ બોક્ષ લીધા બાદ બિલના રૂપિયા ૫.૮૧ લાખ ન આપીને છેતરપિંડી કરવામાં આવી હતી આમ કુલ મળીને ૧૨.૪૧ લાખની સી છેતરપીંડીના ગુનામાં પોલીસે અગાઉ નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા જાતે પટેલ (ઉ ૨૭) રહે, સુરત અને જગદીશભાઇ શંભુભાઇ જોગાણી જાતે પટેલ (ઉ.૩૭) રહે સુરત વાળાની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ બંને શખ્સોની સામે પાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે જેથી કરીને પોલીસે નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા જાતે પટેલ (ઉ ૨૭) રહે, સુરત વાળાને અમદાવાદની જેલમાં અને જગદીશભાઇ શંભુભાઇ જોગાણી જાતે પટેલ (ઉ.૩૭) રહે સુરત વાળાને રાજકોટની જેલમાં ધકેલવામાં આવેલ છે.,
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”