મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પરપ્રાંતીય મજૂરની કોહવાયેલી લાશ મળી 


SHARE













મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પરપ્રાંતીય મજૂરની કોહવાયેલી લાશ મળી 

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા લખધીરપુર રોડ ઉપર ડીકમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા પરપ્રાંતીય મજૂરનો મૃતદેહ હોવાનું ખુલ્યું હતું.

વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથકની હદમાં આવતા લખધીરપુર રોડ ઉપરથી તા.૧૧-૭ ના સવારના અગીયારેક વાગ્યાના અરસામાં એક લાશ મળી આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવતા આવતા બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ જઈને તપાસ કરી હતી અને લાશ ડીકમ્પોઝ હાલતમાં હોય રાજકોટ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેવામાં આવી હતી અને બાદમાં તપાસ કરતાં મૃતકનું નામ નિશિકાંતદાસ મોહનદાસ ગૌત્ર (૪૬) હોવાનું જાણવા મળ્યું હતું અને બીમારીવસ તેનું મોત નીપજ્યું હતુ.તેમ તપાસ અધીકારી એફ.આઇ.સુમરોએ જણાવ્યું છે.

મારામારીમાં ઇજા 

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા મોહનભાઈ હરિભાઈ ચાવડા નામના એકાવન વર્ષના આધેડને મિત્ર સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો તે વાતમાં મારામારીમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસે જણાવ્યું છે.મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા વિનોદભાઈ નાનજીભાઈ પરમાર નામના ૪૨ વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો તાલુકા પોલીસ મથકના એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 




Latest News