મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર પાસે પગપાળા જતી યુવતીને હડફેટે લેનાર બાઇક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE

















વાંકાનેરના અમરસર પાસે પગપાળા જતી યુવતીને હડફેટે લેનાર બાઇક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના વાંકાનેર સીટી પોલીસ વિસ્તારમાં આવતા અમરસર રોડ ઉપરથી પગપાળા જતી યુવતીને બાઈક ચાલકે હડફેટે લેતા ફેક્ચર જેવી ઇજાઓ સાથે યુવતીને સારવાર માટે લઇ જવામાં આવી હતી. 

વાંકાનેર સીટી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેરના અમરસર ગામે રહેતી યુવતી અમરસર રોડ ઉપરથી પગપાળા જતી હતી ત્યારે કરીનાબેન હુસેનભાઇ અલ્લારખાભાઇ બાંભણિયા (૧૯) નામની સંધિ મહિલાને બાઇક ચાલક જીજે ૩૬ એ ૬૮૮૦ ના ચાલક વિનોદભાઈ જીવાભાઈ કોળી રહે.અમરસરે હડફેટે લીધી હતી જેથી કરીને પગના પગના ઢીંચણના ભાગે અને કમરના ભાગે ફેકચર જેવી ઇજા તથા શરીરે છોલછાલ જેવી ઈજાઓ સાથે કરીનાબેનને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ કરીનાબેને ઉપરોક્ત નંબરના બાઇક ચાલક વિનોદભાઈ કોળીની સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસ મથકના ઇશ્વરભાઇ કલોત્રાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના મેરૂપર ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી જતા અરવિંદ કનુભાઈ તડવી નામના ૨૪ વર્ષના યુવાનને અહીંની આયુષ હોસ્પીટલે સારવાર માટે લવાયો હતો. જ્યારે મોરબીના માળિયા મિંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતો અશોક રેસિયાભાઈ રાઠવા નામનો ૪૫ વર્ષનો યુવાન કોઇબા ગામ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં બાઈક આડે ગાય ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઈજાગ્રસ્ત થયેલા અશોક રાઠવાને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.

સગીરા સારવારમાં 

માળિયા-મિંયાણાના જુના અંજીયાસર ગામે રહેતી સબનમબેન હાજીભાઇ મોવર નામની ૧૬ વર્ષીય સગીરાએ કોઈ કારણોસર તેના ઘેર ઝેરી દવા પી લેતા તેણીને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે માળીયા મીંયાણામાં આરામ હોટલ નજીક રહેતા તનબાઈ સબીરભાઈ મોવર નામના ૬૨ વર્ષીય વૃદ્ધાને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં તેઓને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 




Latest News