મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા યુવ ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની હેલ્પ ફોર વિવાન ટીમે વિવાનની સારવાર માટે 1,11,111 નું ફંડ એકત્રિત કરીને આલીદર જઈને આપ્યું


SHARE





























મોરબીની હેલ્પ ફોર વિવાન ટીમે વિવાનની સારવાર માટે 1,11,111 નું ફંડ એકત્રિત કરીને આલીદર જઈને આપ્યું

મોરબી: તાજેતરમાં જ ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય પરિવારનું બાળક ધૈર્યરાજસિંહને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 (એસએમએ-1) નામની દુર્લભ બીમારી હતી. જેથી પરિવારે મદદ માટે અપિલ કરી હતી. અને દુનિયાભરના લોકોએ અને સરકાર એ મદદ કરતા તેમને 16 કરોડની કિંમતનું ઇન્જેક્શન મુંબઈની હિન્દુજા હોસ્પીટલમાં આપવામાં આવતા તે બિલકુલ સ્વસ્થ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક બાળક ધૈર્યરાજ જેવી બિમારીથી પીડાઈ રહ્યો છે. અને જો તેને આ ઈન્જેક્શન નહિ મળે તો તેના જીવને પણ જોખમ છે.

ત્યારે વધુ એક ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના રહેવાસી અશોકભાઈ સમાતભાઈ વાઢેરના એકના એક અઢી માસનો પુત્ર વિવાનને પણ ધૈર્યરાજ જેવી ભાગ્યે જ બાળકોમાં જોવા મળતી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામની ગંભીર બિમારી થય છે. આ બિમારીની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન વિદેશથી મંગાવવું પડે એવી સ્થિતિ હોવાથી આશરે 16 કરોડની કિંમતનું ઇન્જેક્શન મંગાવવાની વાત આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેર પોતાના એકના એક પુત્રની સારવારના ખર્ચેને લઈ ચિંતિત બન્યા છે. જેથી વિવાનના પિતા અશોકભાઈ વાઢેર દ્વારા સામાજીક સંસ્થા અને સરકાર તથા લોકોને મદદ કરવા હાથ લંબાવી મદદ માંગી હતી. 

ત્યારે સમગ્ર ગુજરાતમાં મદદ માટે લોકો આગળ આવી દાનની સરવાણી વરસાવી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે. જેમાં મોરબીના યુવાનો પણ વિવાન વાઢેરની મદદ માટે મોરબીના જાહેર માર્ગો પર ફંડ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. અને રૂ.1,11,111 જેટલું ફંડ એકત્રિત કરીને આલીદર ગામે રૂબરૂ જઈને હેલ્પ ફોર વિવાન ટીમ મોરબીના યુવાનોએ વિવાન વાઢેરના પિતા અશોકભાઈને આપ્યા હતા. અને વિવાન વાઢેરની મદદ માટે ફંડ એકત્રિત કરવાનું કાર્ય ચાલુ રહેશે. તેમ હેલ્પ ફોર વિવાન ટીમ મોરબીની યાદીમાં જણાવાયું હતું. અને ફુલ નહી તો ફુલની પાંખડી આપી વિવાનની મદદ કરવા અપિલ કરી હતી.
















Latest News