મોરબીમાં ચિત્રકૂટ સિનેમા પાસે ગંદકીનો પ્રશ્ન બે દિવસમાં ઉકેલવા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ખાતરી
મોરબીની માળીયા ફાટક ચોકડીએ ચાર રાજસ્થાની યુવાનને કચડી નાખનારા વાહન ચાલક મુંબઈથી ઝડપાયો
SHARE
મોરબીની માળીયા ફાટક ચોકડીએ ચાર રાજસ્થાની યુવાનને કચડી નાખનારા વાહન ચાલક મુંબઈથી ઝડપાયો
મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે ગત જાન્યુઆરી મહીનામા પાંચ સવારી બાઇકને અજાણ્યા વાહને અડફેટે લેતા ચાર યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો આ બનાવમાં હાલમાં અજાણ્યા વાહન ચાલકની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાશી ગયેલા વાહન ચાલકને શોધવા માટે કવાયત શરૂ કરેલ હતી અને હાલમાં પોલીસે આ ગુનામાં મુંબઈથી યુપીના એક શખ્સની ધરપકડ કરેલ છે
મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી ગત જાન્યુઆરી મહિનાની તા ૨૮ ના રોજ વહેલી સવારે એક જ બાઈકમાં પાંચ સવારીમાં યુવાનો પસાર થઈ રહેલા હતા ત્યારે આ યુવાનોના બાઇકને અજાણ્યા વાહને હડફેટે લીધૂ હતું જેથી કરીને પાંચ પૈકીના ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને અન્ય એક યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી હાલમાં તેને મોરબીની ખાનગી આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતો આ બનાવમાં જે તે સમયે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં પીપળી રોડે આવેલ યમૂન હોટલમાં કામ કરતાં ઇદરલાલ નવાજીભાઇ દાણા જાતે ભરવાડ (૨૨)એ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કે, તેનો મિત્ર દિનેશ બાઇક નંબર જીજે ૬ બીઆર ૬૦૫૨ લઈને રાજસ્થાનથી આવેલ તેના ચાર મિત્રોને લેવા માટે ગયો હતો ત્યારે મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે તેના બાઇકને અજાણ્યા વાહન દ્વારા હડફેટ લેવામાં આવ્યું હતું જેથી બે સગા ભાઈ શિવાજી પ્રતાપભાઈ ગામેતી (ઉંમર ૧૯), સુરેશ પ્રતાપભાઈ ગામેતી (ઉંમર ૧૮), તેજારામ વક્તરામ ગામેતી (ઉંમર ૧૭), અને મનહરલાલ ઉમેદજી ગામેતીના મોત નિપજ્યા હતા આ બનાવમાં ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી અને મોરબીથી વઘાસિયા સુધીના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં નંબર એમએચ ૪૦ એકે ૯૦૫૦ પસાર થયો હતો જેથી કરીને તેના નંબરના આધારે ભાગીરથભાઈ દાદુભાઈ ઇ-ગુજકોપ પોકેટએપની મદદથી તપાસ કરતાં તે વાહન નાગપુરનું હોવાનું સામે આવ્યું હતું જેથી એક ટીમ નાગપુર ગઈ હતી જો કે, આ વાહનને મૂંબઈમાં વેંચી દેવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને એક ટીમને મુંબઈ મોકલી હતી અને ત્યાથી જાબઝાખાન ઉર્ફે રાજા જાવેદખાન (૨૪) રહે, બુધ્ધિપુરા જિલ્લો ગાજીપુર યુપી વાળની ધરપકડ કરેલ છ