મોરબીમાં ચિત્રકૂટ સિનેમા પાસે ગંદકીનો પ્રશ્ન બે દિવસમાં ઉકેલવા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ખાતરી
SHARE
મોરબીમાં ચિત્રકૂટ સિનેમા પાસે ગંદકીનો પ્રશ્ન બે દિવસમાં ઉકેલવા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ખાતરી
મોરબીમાં ઓમ કોમ્પલેક્ષની સામે અને ચિત્રકુટ સીનેમા પાસેથી કબ્રસ્તાન સુધીનો રસ્તો સમાર કામની જરૂરત હોય સાવ બિસ્માર હાલતમાં છે જેથી મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઈ જી. બાંભણીયા, જનકરાજા, અશોક ખરચરીયા, સ્થાનિક વેપારીઓને સાથે રાખીને પાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે વેપારીઓએ કહ્યું હતું કે, ગંદકીના લીધે દુર્ગધ આવતી હોય છે જેથી કરીને વેપાર કરવો તો દૂરની વાત છે લોકોને અવર જવરમાં ધણી તકલીફ પડે છે જેથી કરીને ખાડા ખબડા બૂરીને ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વેપારીઓ જયારે પાલિકાએ ગયા હતા ત્યારે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ત્યાં હાજર હતા જેથી કરીને તેઓએ બે દિવસમાં વેપારીઓનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી જેથી કરીને વેપારીઓએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે જો કે, ખરેખર બે દિવસમાં ગંદકી દૂર કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે અત્રે ઉલેખનીય છે કે, પાલિકાની પાણી વિતરણની લાઇનનો વાલ્વ છેલ્લા ઘણા સમયથી તૂટેલ હોવાથી ત્યાથી પાણી વેડફાઇ છે અને તે પાણી રસ્તા ઉપર ભરયેલું રહેતું હોવાથી ગંદકી થાય છે ત્યારે પાલિકા દ્વારા પાણીનો વેડફાટ રોકીને સારો રોડ બનાવી આપવામાં આવે તેવી સ્થાનીક લોકોની લાગણી છે