મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર નાલાના કામ પૂરા થઈ ગયા હોવાથી રસ્તા ખોલવાની માંગ


SHARE













મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર નાલાના કામ પૂરા થઈ ગયા હોવાથી રસ્તા ખોલવાની માંગ

મોરબીથી વાંકાનેર નેશનલ હાઈવે નાલાઓના કામ પૂરા થઈ ગયેલ છે ત્યારે રાહદારીઓ માટે તાત્કાલીક ખુલ્લા મુકવા માટે પાલિકાના સભ્ય દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે 

મોરબી પાલિકાના સભ્ય શ્રીમતી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા મોરબી વોર્ડ નં .૪ ના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ શિરોહીયાગોતમભાઈ સોલંકીકાઉન્સીલર મનસુખભાઈ બરાસરાગીરીરાજસિહ ઝાલા અને ઉપપ્રમુખ મોરબી જીલ્લા ભાજપ અનુ. જાતી મોરચો બળવંતભાઈ સનાળીયા તથા ટ્રાન્સપોર્ટર અને સમાજ સેવક હર્ષદભાઈ વામજાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેનેશનલ હાઈવે ઉપર લાલપરરફાળેશ્વર અને મકનસર ગામ પાસે નેશનલ હાઈવે ઉપર બનાવવામાં આવેલ નાલાના કામ એકાદ વર્ષથી પૂરા થઈ ગયેલ છે છતાં નાલા ઉપર રાહદારીઓ તથા વાહનોને ચાલવા દેવામાં આવતા નથી જેના કારણે હાઈવે ઉપર વાંરવાર ટ્રાફીક જામની સમસ્યાઓ ઉભી થાય છે અને ડાયવર્જન પણ બરાબર ન હોવાના કારણે અકસ્માતનો સતત ભય રહે છે મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર જે વધારાનો ટ્રાફીક થાય છે તેનુ મુળ કારણ આ બંધ પડેલ નાલા છે જેથી કરીને તેને તાત્કાલિક ખોલવામાં આવે તેવી માંગ કરી છે








Latest News