મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૭ પરીક્ષા કેન્દ્રો ઉપર ૬૧૦૩ રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


SHARE













મોરબી જિલ્લામાં ૭ પરીક્ષા કેન્દ્રો ઉપર ૬૧૦૩ રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આગામી તા.૧૫ મી જુલાઇ૨૦૨૧ થી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC)  અને ૧૨ (HSC) સામાન્ય– વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાઓ માટેની તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.


આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોંલકીએ જણાવ્યું હતું કેઆ પરીક્ષા સંબંધી આગોતરી તમામ પ્રકારની તૈયારીઓ અને આયોજન સરકારની કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા અને S.O.P. ને ધ્યાનમાં રાખીને કરાયેલ છે. ધો.૧૦ ના ૦૫ પરીક્ષા કેન્દ્રો ફાળવેલ છે. જ્યારે ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના એક એક પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવેલ છે. હાલની કોવિડ-૧૯ ની પરિસ્થિતિ મુજબ S.O.P. ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાની પરીક્ષાના સ્થળ સંચાલકો અને કર્મચારીઓને સૂચના અપાઇ છે. તેમજ વિદ્યાર્થીઓની હોલ ટિકીટમાં તમામ સૂચના વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા અપાયેલ છે.


વધુમાં તેમણે જણાવ્યુ છે કે, બોર્ડની આ પરીક્ષાઓમાં જિલ્લા ભરમાંથી ૬૧૦૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. જેમાં ધોરણ-૧૦ SSC માં જિલ્લામાં ૦૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૪૩૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તે માટે ૨૧ પરીક્ષા બિલ્ડીંગોમાં ૧૮૦ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ HSC સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧ પરીક્ષા કેન્દ્ર ખાતે  ૧૫૨૭ પરીક્ષાર્થીઓ બેસશે જેના માટે ૦૫ બિલ્ડીંગમાં ૪૮ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ HSC  વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૦૧ પરીક્ષા કેન્દ્ર ખાતે ૨૧૭ પરીક્ષાર્થીઓ બેસશેજેના માટે ૦૨ બિલ્ડીંગમાં ૧૨ બ્લોક નક્કી કરાયા છે. બોર્ડની આ પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં CCTV કેમેરાથી સજ્જ છે.


બોર્ડની પરીક્ષાઓ દરમિયાન ધોરણ-૧૦ માટે બી.એન.વિડજા અને ધોરણ-૧૨ માટે જે.યુ.મેરજા ઝોનલ અધિકારી તરીકે પોતાની કામગીરી કરશે. સમગ્ર પરીક્ષા દરમિયાન વર્ગ-૧ તથા વર્ગ-૨ ના અધિકારીઓ ઓર્બ્ઝવર તરીકે પણ ફરજ બજાવશે. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓની મુંઝવણના ઉકેલ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ૦૨૮૨૨-૨૨૨૮૭૫ નંબર પર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

બોર્ડની પરીક્ષાઓને લઈને અધિક કલેક્ટરે બહાર પડ્યું જાહેરનામુ

મોરબી જીલ્લામાં સાત કેન્દ્રો ઉપર બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ સ્થળની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેનું જાહેરનામું અધિક કલેક્ટરે બહાર બહાર પડ્યું છે આગામી તા.૧૫-૭ થી ૨૮-૭ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા કલેક્ટર એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જાહેરનામા અનુસાર મોરબીના જે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે તે પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહીં. કોઇ સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઇલ લઇ જવો નહીં. તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇરીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતી કરવા કોપીંગ કરવા વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે








Latest News