મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ
Morbi Today

મોરબીની બિલિયા પ્રા.શાળામાં દાતાઓ દ્વારા સાત એલ.સી.ડી. અર્પણ


SHARE





























મોરબીની બિલિયા પ્રા.શાળામાં દાતાઓ દ્વારા સાત એલ.સી.ડી. અર્પણ

એક સમય હતો કે લોકો માત્ર મંદિરોમાં જ દાન ભેટ આપતા હતા જો કે, હવે લોકોની માન્યતા બદલાઈ છે, લોકો શાળાને વિદ્યા મંદિર માનવા લાગ્યા છે ત્યારે મોરબીની બિલિયા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે, દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા ગમત સાથે જ્ઞાન મેળવી શકે એ માટે ફાઈન સ્ક્રીન આર્ટ, રેવબેન મગનભાઈ પેથાપરા હસ્તે કાંતિભાઈ મગનભાઈ પેથાપરા સરપંચ, ગોવિંદભાઇ મગનભાઈ સાંણદિયા, વાસુદેવભાઈ ભગવાનજીભાઈ ગામી, ચતુરભાઈ હરજીભાઈ કાવર સ્વ.નિકુંજભાઈની પુણ્યતિથિ નિમિત્તે હસ્તે રમેશભાઈ રાધવજી ભાઈ સાંણદિયા,રોહિતભાઈ નરભેરામભાઈ કાવર વગેરેએ  અંદાજીત એક લાખની કિંમતના સાત એલ.સી.ડી. શાળાના દરેક ધોરણના વર્ગમાં શિક્ષકવાઈઝ અર્પણ કરેલ છે આથી સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ દાતાઓને સન્માન પત્રો અર્પણ કરી સન્માનિત કરાયા હતા. ગામમાં કોરોના કાળ દરમ્યાન જેમને દિવસ રાત જોયા વગર દર્દીઓની સેવા સુસુશ્રા કરી હતી એવા  કરશનભાઇ સાંણદિયા, કાંતાબેન પેથાપરા આંગણવાડી વર્કર,ગૌવરીબેન ધરમશીભાઇ મીનાબેન જગોદરા પેટા આરોગ્ય કેન્દ્ર બિલિયા, દિવ્યેશભાઈ સોઢીયા પી.એચ.સી.બિલિયા દક્ષાબેન રામાભાઈ કેનવા ડો.હિરેનભાઈ વાંસદડીયા મેડિકલ ઓફિસર વગેરે કોરોના વોરિયર્સનું સનમાંન તેમજ તમામ શિક્ષકોનું સન્માન સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા કર્યું હતું અને તમામ દાતાઓનું સન્માન શાળાના શિક્ષકો દ્વારા કર્યું હતું આ પ્રસંગે સમગ્ર શાળા પરિવાર સહિત કિરણભાઈ વી.કાચરોલા આચાર્ય અને મંત્રી શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ દાતાઓનો આભાર પ્રકટ કર્યો હતો.
















Latest News