મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વિદ્યાદાન હોય તો નીતિમતા અને સંસ્કારનું સિંચન થાય, વિક્રય બને તો બધુ જ લોપ: ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝા


SHARE













વિદ્યાદાન હોય તો નીતિમતા અને સંસ્કારનું સિંચન થાય, વિક્રય બને તો બધુ જ લોપ: ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝા

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ઓરેવા ફાર્મ ખાતે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝા અને  મોરબીના પત્રકારો વચ્ચે ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે તેઓને પત્રકાર દ્વારા વર્તમાન સ્થિતિ અને પરિસ્થિતિને અનુલક્ષીને જે કોઈ પ્રશ્નો કરવામાં આવ્યા તેના સંતોષકારક અને માહિતી સભર જવાબ રમેશભાઈ ઓઝા તરફથી આપવામાં આવ્યા હતા અને તેમાં ખાસ કરીને તેઓ શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા છે ત્યારે તેઓએ જણાવ્યુ હતું કે વિદ્યાદાન હોય તો નીતિમતા અને સંસ્કારનું સિંચન થાય છે જો કે, વિદ્યા વિક્રય બની ગયેલ છે જેથી કરીને નીતિમત્તા અને સંસ્કારનો લોપ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે

મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા મોરબી પંથકમાં કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા લોકોના આત્માના મોક્ષર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાના મુખેથી લોકો કથાનું શ્રવણ કરી રહ્યા છે દરમિયાન મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતાની કંપનીની સામેના ભાગમાં આવેલ ઓરેવા ફોર્મ ખાતે રમેશભાઈ ઓઝા અને મોરબીના પત્રકારોની ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોરોના કાળ દરમિયાન પોતાના જીવને જોખમમાં મૂકીને લોકો ઘરે બેઠા મોરબી જિલ્લાની અંદર કોરોના કહેરની સંપૂર્ણ માહિતી મેળવી શકે તેના માટે માહિતી એકત્રિત કરીને સમાચારોના માધ્યમથી રજૂ કરતા હતા જેથી કરીને તે પત્રકારોને સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા રાખવામાં આવ્યો હતો અને ત્યારે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે મોરબીના તમામ પત્રકારોને શોલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

ત્યારબાદ રમેશભાઈ ઓઝા સાથે પત્રકારોની ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાસ કરીને વર્તમાન સમયમાં વધતું સોશિયલ મીડિયાનું આક્રમણ, શિક્ષણ વ્યવસ્થામાં લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ સંસ્કાર અને નીતિમત્તાના મૂલ્યોમાં ઘટાડો, વર્તમાન સમયમાં પત્રકાર સહિતના ક્ષેત્રમાં સત્ય સાથે ટકી રહેવું કપરૂ સહિતના પ્રશ્નો જ્યારે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાને કરવામાં આવ્યા હતા ત્યારે તેઓએ પોતાની આગવી શૈલીમાં દરેક પત્રકારોના મનમાં ઊઠેલા સવાલોના સંતોષકારક જવાબ આપ્યા હતા

ત્યારે ભાઇશ્રી જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનું જ્ઞાન હોવું જરૂરી છે પરંતુ આપણા ઉપર સોશિયલ મીડિયા હાવી ન થઈ જાય તે રીતે તેનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવામાં આવે તે પણ જરૂરી છે સોશિયલ મીડિયાના સારા પાસા છે તેમ નબળા પાસા પણ ઘણા બધા છે વર્તમાન સમયમાં સત્યને સાબિત કરવું પડે છે તે પરિસ્થિતી વિષે વાત કરતાં કહ્યું હતું કે, પત્રકારત્વ હોય, રાજકારણ હોય કે અન્ય કોઈપણ ક્ષેત્ર હોય કોઈપણ સંજોગોમાં સત્યની સાથે જે ઊભા હોય છે તેને શરૂઆતમાં તકલીફો ઘણી હોય છે પરંતુ અંતમાં તેના સારા પરિણામો પણ તેને જોવા મળતા હોય છે

વર્તમાન શિક્ષણ વ્યવસ્થા કે, જેમાં દિવસેને દિવસે ખાનગીકરણ થઈ રહ્યું છે અને ખાનગીકરણના કારણે વાલીઓને લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ વિદ્યાર્થીઓમાં જોઈએ તેઓ વિકાસ જોવા નથી મળતો અને ખાસ કરીને જો વાત કરીએ તો સંસ્કાર ઘટતા જાય છે અને જીદ્દી પ્રવૃત્તિ બાળકોમાં વધતી જાય છે જે સવાલના જવામાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યા દાન સાથે જોડાયેલી છે વર્ષો પહેલા વડીલો કહેતા વિદ્યાદાન, કન્યાદાન અને અન્નદાન આ બધી જ વસ્તુઓ જેની પાછળ દાન લાગે છે જો કે, વિદ્યા હવે વિક્રય બની ગઈ છે તેના કારણે નીતિમત્તા અને સંસ્કારનો લોપ તેમાં જોવા મળે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જો કે, આજની તારીખે પણ કેટલીક સંસ્થાઓ એવી છે કે જે વિદ્યાર્થીઓના ઘડતર થકી આ સારા નાગરિકનું નિર્માણ કરે છે,  સારા સમાજનું નિર્માણ કરે છે અને સારા રાષ્ટ્રનું નિર્માણ કરે છે તેના કારણે આજે પણ લોકોને હજુ પણ વિશ્વાસ છે કે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થઈ શકશે.








Latest News