મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનોએ NDRF ના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી
મોરબીના નવલખી રોડ ઉપરથી માટી અને બાવળ દૂર કરવાની માંગ
SHARE









મોરબીના નવલખી રોડ ઉપરથી માટી અને બાવળ દૂર કરવાની માંગ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા વિમલભાઈ ડાંગરે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શહેરના નવલખી રોડ પર રેલ્વે ફાટકની બન્ને તરફ રસ્તા પર પડેલા માટીના ઢગલા અને ફૂટપાથ પર ઉગેલા બાવળો માર્ગમાં નડતરરૂપ બની રહયા છે તેમજ લોકો અને વાહન આવન-જાવનના માર્ગમાં મુશ્કેલી સર્જે છે જેથી બાવળ કટિંગ કરીને રસ્તા પર માટીના ઢગલા જામી ગયા છે તેને દૂર કરવામાં આવે તે જરૂરી છે માટે લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ કામ ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
