મોરબી : ટંકારા પોલીસ ટોર્ચના અજવાળે જુગાર રમતા પાંચને દબોચ્યા
SHARE









મોરબી : ટંકારા પોલીસ ટોર્ચના અજવાળે જુગાર રમતા પાંચને દબોચ્યા
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીક ટોર્ચના અજવાળે જુગાર રમતા પાંચને ટંકારા પોલીસે દબોચીને ગુનો દાખલ કરેલ છે.પોલીસે રોકડ રૂપીયા ૨૪૭૦૦ તથા સાત મોબાઈલ મળી કુલ રૂા.૩૮૭૦૦ ના મુદ્દામાલ સાથે પાંચ જુગારીને પકડી પાડયા હતા.
ટંકારા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી.પરમાર તેમજ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ચોક્કસ બાતમી મળતા મીતાણા ગામેથી ધ્રોલીયા ગામ તરફ જવાના રસ્તે ખુલ્લી ખરાબાની જગ્યામાં રેડ કરવામાં આવતા ત્યાં ટોર્ચબત્તીના અજવાળે જુગાર રમાઇ રહ્યો હોય સ્થળ ઉપરથી રોકડા રૂા.૨૪૭૦૦ તથા સાત મોબાઈલ મળીને કુલ રૂા.૩૮૭૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવેલા કિશોરભાઈ ધનજીભાઈ દેવડા જાતે પટેલ (૨૯) રહે.પ્રભુનગર મીતાણા તા.ટંકારા, ચીરાગ મગનભાઈ દેવડા જાતે પટેલ (૨૪) રહે.પ્રભુનગર, ચેતનભાઈ સુંદરજીભાઈ દેવડા જાતે પટેલ (૨૮) રહે.પ્રભુનગર, ચીરાગ અશોકભાઈ ભાગીયા જાતે પટેલ (૨૧) રહે.પ્રભુનગર અને સૌરભ રમેશભાઈ ભાગીયા જાતે પટેલ (૨૪) રહે.પ્રભુનગર મીતાણા તા.ટંકારા જી.મોરબીની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.રેડની કામગીરી પીએસઆઅ બી.ડી.પરમાર તથા સર્વલન્સ સ્કવોડના વિજયભાઈ બાર, હિતેષભાઈ ચાવડા, સિધ્ધરાજસિહ રાણા, સિધ્ધરાજસિંહ જાડેજા, ખાલીદખાન રફીકખાન, મહિપાલસિહ બોરાણા અને સાગરભાઈ કુરીયાએ કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના ખેતરડી ગામના રહેવાસી પ્રેમજીભાઈ ભલાભાઈ કોળી નામના ૬૦ વર્ષિય આધેડ તા.૨૨ ના બપોરે ત્રણેક વાગ્યે તરણેતર ગામથી પરત પોતાના ગામ ખેતરડી જતા હતા ત્યારે રસ્તામાં રાણીપાટ નજીક પવનચક્કી પાસે બોલેરો કાર પલટી મારી ગઇ હતી જે બનાવમાં અકસ્માતે ઇજા થતાં પ્રેમજીભાઈને હળવદ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા હતા અને બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
