મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વાકાનેર ગાયત્રી મંદિર ખાતે વરણી કરાઈ


SHARE

















મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વાકાનેર ગાયત્રી મંદિર ખાતે વરણી કરાઈ

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલઅનિલભાઈ પંડ્યાભુપતભાઈ પંડ્યારજનીભાઇ રાવલનરેન્દ્રભાઈ જોશી (નરુમામા)જયેશ ઓઝાશંકરભાઈ મઢવીતેજસ જાની સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમા જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખમહામંત્રી તથા કારોબારી સમિતિના સભ્યો સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વાનુમતે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે વાકાનેના ભરતભાઈ ઓઝામહામંત્રી તરીકે મોરબીના ચિંતનભાઈ ભટ્ટકારોબારીમાં વાકાનેરના બાબુભાઈ રાજગોર તથા મોરબીના એન.એન.ભટ્ટની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત હોદેદારોએ ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલના આશીર્વાદ મેળવી સમાજસેવા કરવાની પ્રેરણા આપી હતી. અને વાકાનેર ઔદિચ્ય  બ્રહ્મ સમાજના પ્રમુખ રજનીભાઇ રાવલ દ્વારા સમાજને પ્રેરણારૂપ વાત કરી હતી જ્યારે મોરબી પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા દ્વારા પરશુરામ ધામ દ્વારા કરવામાં આવેલ વિવધ સેવાકીય પ્રવૃતિઓની જાણકારી આપી હતી તથા અનિલભાઈ મહેતા દ્વારા સમાજના સંગઠનને લગતી તથા સમાજ માટે હરહંમેશ કામ કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમને અંતે પુષ્કરભાઈ ત્રિવેદીએ મોરબી જિલ્લામાંથી આવેલા તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો




Latest News