મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

“આમા માળીયા સુધી નર્મદાનું પાણી પુગે કેમ ?” કેનાલમાં ૩૦૦૦ દેડકા કાર્યરત હોવાનો ખેડૂતોનો આક્ષેપ​​​​​​​ 


SHARE













“આમા માળીયા સુધી નર્મદાનું પાણી પુગે કેમ ?” કેનાલમાં ૩૦૦૦ દેડકા કાર્યરત હોવાનો ખેડૂતોનો આક્ષેપ 

હાલમાં વરસાદ ખેંચવાના લીધે ખેડૂતોને નર્મદાની કેનાલમાથી સિચાઈ માટે પાણી આપવામાં આવે તે જરૂરી છે ત્યારે તંત્ર વાહકો દ્વારા નક્કર કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને ખેડૂતો જાતે કેનાલ ઉપર ચેકિંગ માટે જતાં હોય છે ત્યારે એવિ ચોકાવનારી માહિતી સામે આવી છે કે, આ કેનાલમા એક કે બે નહીં પરંતુ ૩૦૦૦ જેટલા દેડકા કાર્યરત છે જેથી કરીને કેનાલમાં ગમે તેટલું પાણી છોડવામાં આવે તો પણ “આમા માળીયા સુધી નર્મદાનું પાણી પુગે કેમ ? તે સૌથી મોટો સવાલ છે ત્યારે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરનર્મદા નિગમના અધિકારી અને વીજ તંત્રને આવેદનપત્ર પાઠવીને કેનાલમાં નાખવામાં આવેલા ગેરકાયદે દેડકાબકનળી અને કનેક્શન કટ કરીને માળીયાના ખેડૂતોને પાણી પહોચડવા માટેની માંગ કરવામાં આવી છે અને જો ત્રણ દિવસમાં પાણી નહીં પહોંચે તો હાઇકોર્ટે જવા ચીમકી ઉચ્ચારી છે

માળીયા તાલુકાના ખેડૂતોને નર્મદાની કેનાલમાથી હાલમાં પાણી મળી રહ્યું નથી જેથી કરીને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર કલેકટરનર્મદા નિગમના અધિકારી અને વીજ તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં લખયું છે કેહળવદ તાલુકાના ગામડા સુઘી જ પાણી પહોચે છે. જો કે, માળીયા તાલુકાનાં ખેડૂતોને પાણી મળતું નથી કેમ કે, આ કેનાલમાં ૩૦૦૦ જેટલા દેડકા નાખવામાં આવેલ છે જેથી ગેરકાયદે પાણી ઉપાડી લેવામાં આવતું હોય જે ખેડૂતોને ખરેખર પાણીની જરૂર છે તે ખેડૂતોને પાણી મળી રહયું નથી જો ખાસ ટીમો બનાવીને ગેરકાયદે પાણીના ક્નેકશાનો અને દેડકાને કેનાલમાથી કાઢવામાં આવે તો જ છેવાડાના ગામ સુધી આ કેનાલમાં પાણી પહોચે તેમ છે તે નિશ્ચિત વાત છે


હાલમાં ખેડૂતો પાણી માટે ચેકિંગ કરી રહ્યા છે અને જવાબદાર અધિકારી તમાશો જોઈ રહ્યા છે ત્યારે અધિકારીઓની બેદ્ર્કારીના લીધે ખેડૂતોને નુકશાની થઈ રહી છે તેવા સમયે હાલમાં પણ ખેડૂતો શાંતિનો માર્ગ અપનાવીને આવેદન પત્ર પાઠવી રહ્યા છે જો કે, આગામી દિવસોમાં નક્કર પગલાં ન લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે માળીયા બ્રાન્ચ કેનાલમાંથી માળીયા તાલુકાને પણ પાણી મળે તે વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી અધિકારીઓએ અને પદાધિકારીની છે જો કે, ખેડૂતો હેરાન છે તેમ છતાં પણ અધિકારી કે પદાધિકારીના પેટનું પાણી કેમ હલતું નથી તે સૌથી મોટો પ્રશ્ન છે પરંતુ હવે અધિકારીઓએ તેને ગંભીરતાથી નહિ લે તો આગમી દિવસોમાં ના છૂટકે ન્યાય માટે ખેડૂતો હાઇકોર્ટના ડિયર ખટખટાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે




Latest News