માળિયા-વનાળીયા, રામદેવનગર, ઉમિયાનગર નવી પંચાયતનું વચન પૂરું કર્યું: હીરાભાઈ ટમારીયા
વાંકાનેરના અરણીટીંબામાં મકાન પાસે ખાડો ખોદવાની ના કહેતા વૃધ્ધને જાતી પ્રત્યે અપમાનિત કરીને મારી નાખવાની ધમકી
SHARE
વાંકાનેરના અરણીટીંબામાં મકાન પાસે ખાડો ખોદવાની ના કહેતા વૃધ્ધને જાતી પ્રત્યે અપમાનિત કરીને મારી નાખવાની ધમકી
વાંકાનેરના અરણીટીંબા ગામે મકાન પાસે ખાડો (ગટર) ખોદતા શખ્સોને ખાડો ખોડવાની ના કહેનારા વૃધ્ધ અને અન્ય સાહેદોને ગાળો આપીને ઝઘડો કરવામાં આવ્યો હતો અને ત્યારે વૃધ્ધને પચ્ચડી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાતી પ્રત્યે જાહેરમાં હડધુત કર્યા હતા જેથી વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના અરણીટીંબા ગામે રહેતા છગનભાઇ ગોવીંદભાઇ અઘારા જાતે અનુ.જાતી (ઉ.૬૫) એ હાલમાં તે ગામમાં રહેતા ઉસ્માનભાઇ અલીભાઇ કડીવાર જમાતના પ્રમુખ, નિઝામ મામદ કડીવાર, મામદ હજી કડીવાર, ઇરફાન ફતે ચૌધરી, અમીભાઇ અલીભાઇ કડીવાર અને ઉસ્માન આહમદભાઇ કડીવાર સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસીટિ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. ૨૩/૮ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બધા આરોપીઓએ એક સંપ કરી જે.સી.બી. તથા લોડર વાહનથી ફરીયાદીના મકાન પાસે ખાડો (ગટર) ખોદતા હતા ત્યારે ફરીયાદીને પોતાની વિવાદીત જમીનમાં ખાડો (ગટર) કરે છે તેવુ લગતા આરોપીઓને ખાડો (ગટર) ગાળવાની ના પડી હતી જે આરોપીઓને સારૂ નહી લાગતા ગેરકાયદે મંડળી રચીને ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી જગડો કર્યો હતો અને ફરિયાદી વૃધ્ધનો કાંઠલો પકડી ધક્કો મારી પછાડી દીધા હતા અને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદી તથા સાહેદોને જાતી પ્રત્યે જાહેરમાં હડધુત કર્યા હતા જેથી તેને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ -૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૪૩, ૧૪૭, ૧૪૯ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર)(એસ), ૩(ર)(૫-અ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ કેસની તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપીને સોપવામાં આવી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”