મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાસે ત્રિપલ અકસ્માત, કોલસી ભરેલ ડમ્પર પલ્ટી મારી જતા ટ્રાફિક જામ


SHARE





























મોરબીના ટીંબડી પાસે ત્રિપલ અકસ્માત, કોલસી ભરેલ ડમ્પર પલ્ટી મારી જતા ટ્રાફિક જામ

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામ પાટીયા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ત્રિપલ અકસ્માત સર્જાતા ડમ્પર, ટ્રક ટ્રેઇલર અને મેટાડોર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સદભાગ્યે કોઇ જાનહાની થઇ નથી પરંતુ કોલસી ભરેલું મેટાડોર પલ્ટી મારી જતાં થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. 

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ટીંબડી ગામ નજીક મેટાડોર, ટ્રેઇલર તેમજ કોલસી ભરેલ ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેના લીધે કોલસી ભરેલું ડમ્પર પલ્ટી મારી જતા રોડ બ્લોક થઈ જવાથી ટ્રાફિકજામ સર્જાવા પામ્યો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે સ્થળ પર જઈને ટ્રાફીરને પૂર્વવત કરાવ્યો હતો.સદભાગ્યે અકસ્માતના આ બનાવમાં કોઇ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

પરણિતા સારવારમાં

 

રાપર (કચ્છ)ના ખેંગારપર ગામની રહેવાસી લક્ષ્મીબેન મહેશભાઈ સવાભાઈ વરચંદ નામની ૨૩ વર્ષીય મહિલાને અહિંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી.લક્ષ્મીબેને ઝેરી દવા પી લીધી હોય તેઓને અહીં સારવારમાં ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ગોવિંદાભાઇ રાજુભાઈ શર્મા નામના ૨૫ વર્ષના યુવાનને રેલ્વે સ્ટેશન રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

 

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતો કાળુભાઈ નરસીભાઈ નામનો ૩૮ વર્ષનો યુવાન લજાઈ રોડ ઉપરથી તેનું બાઈક લઈને જતો હતો ત્યાં તેનું બાઈક  સ્લીપ થતા ઈજાગ્રસ્ત થયેલા કાળુભાઈને સારવારમાં મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબી તાલુકાના માનસર ગામે દિનેશભાઈ મેરજાની વાડીએ રહીને મજૂરીકામ કરતા પરિવારની સુખીબેન કનુભાઈ નાયક નામની ૧૫ વર્ષીય સગીરાએ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.તેમજ મોરબી તાલુકાના જોધપર (નદી) ગામે રહેતા અને વાડી વિસ્તારમાં કામ કરતા પરિવારની કુમકુમબેન બાબુભાઈ લાલવાણી નામની તેર વર્ષીય સગીરાને સાપ કરડી જતાં તેણીને પણ સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ
















Latest News