મોરબીના ટીંબડી પાસે ત્રિપલ અકસ્માત, કોલસી ભરેલ ડમ્પર પલ્ટી મારી જતા ટ્રાફિક જામ
મોરબીમાં બોળ ચોથ નિમિતે ઠેર ઠેર ગૌ પુજન
SHARE
મોરબીમાં બોળ ચોથ નિમિતે ઠેર ઠેર ગૌ પુજન
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા મહાવીર નગર, આનંદનગર, મધુવન, વૃંદાવન, ઋષભ નગર, શ્રીમદ રાજ, નિત્યાનંદ, પાવન પાર્ક વગેરે સોસાયટીની બહેનોએ બોળ ચોથ નીમતે ગાય પૂજન કર્યું હતું. મોરબીના શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેએ શાસ્ત્રોક્ત મહિમાં આપતા જણાવ્યું કે ગાયમાં રૂંવાડે રૂંવાડે દેવ રહેલા છે તેમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય છે. જેથી ગાયના અંગો ઉપાંગો અને મળ મૂત્રનો પણ પૂજાકાર્યમાં ઉપયોગ થાય છે. ગાવો વિશ્વસ્ય માતર: વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ ગાયનું દૂધમાં, દહીમાં, ઘી, માખણ વગેરેમાંથી જે તત્વ મળે છે. જે અન્ય પશુઓમાં નથી હોતું. અન્ય પશુઓના દૂધ કરતા વધુ ઝડપથી પાચન થાય છે. તેમના દૂધથી બાળકોની બુદ્ધિ વધુ સારી રહે છે. આમ ગાયનું સંરક્ષણ, સંવર્ધન અને ઉછેર સારી રીતે થાયએ પણ ગાય માતાની સેવાપૂજા બરાબર છે.