મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારીની મીટીંગ પ્રદેશ કિસાન મોરચાના મંત્રીની હાજરીમાં યોજાઇ
SHARE









મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારીની મીટીંગ પ્રદેશ કિસાન મોરચાના મંત્રીની હાજરીમાં યોજાઇ
મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારીની મીટીંગ તેમજ પરિચય બેઠક માધાપર સમાજવાડી પંચાસર રોડ ખાતે યોજાઇ હતી જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ કિસાન મોરચાના પ્રભારી જયંતીભાઈ કવાડિયા તથા પ્રદેશ કિસાન મોરચાના મંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી રાણસીભાઈ ગઢવીના હાજર રહ્યા હતા મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પદયુમનભાઈ માકાસણા દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને પ્રાસંગિક ઉદબોધન જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી ચંદુભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું અને અધ્યક્ષ સ્થાનેથી બંને ઉપરોક્ત મહાનુભાવોએ કિસાનોને લગતી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓ સવલતો અને ખાતર દવા બિયારણો અને સુધારેલી ખેતી અંગેની ભરપૂર માહિતીની જાણ કરવામાં આવેલ હતી અને આભાર વિધિ કિસાન મોરચાના મહામંત્રી ગણપતસિંહભાઈ ઝાલા દ્વારા કરેલ હતી અને આ કાર્યક્રમનું સંચાલન મોરચાના પ્રવક્તા ગીરીરાજસિંહભાઈ જડેજા તથા કોષાધ્યક્ષ કે.કે. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું
