મોરબીના લખધીરપુર રોડે બે યુવાનને આંતરીને બે મોબાઈલ ફોનની ચાર શખ્સોએ ચલાવી લૂંટ
મોરબી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ગેરેજમાથી ચાર લાખની અર્ટિગા કારની ચોરી
SHARE
મોરબી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ગેરેજમાથી ચાર લાખની અર્ટિગા કારની ચોરી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલની બાજુમાં ગેરેજ રીપેરીંગ કરવા માટે મુકવામાં આવેલ આર્ટિગા કારની ચોરી કરવામાં આવેલ છે અને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગેરેજના દરવાજાની એંગલ તોડીને ત્યાંથી કારની ચાવી મેળવીને તેના આધારે કારની ચોરી કરવામાં આવી હોય હાલમાં ચાર લાખની કિંમતની આર્ટિગા કારની ચોરી થઇ હોવાની ગેરેજના માલિકે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સમર્પણ હોસ્પિટલની બાજુમાં કેસરી મોટર ગેરેજના નામથી ગેરેજ ધરાવતા વિરલભાઇ કિરીટભાઇ પટેલ (ઉંમર ૨૫)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેના ગેરેજે આર્ટિગા કાર નંબર જીજે ૩ એચ કે ૩૮૭૭ રીપેરીંગ માટે આવી હતી દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે તેના ગેરેજમાં દરવાજાની એંગલ તોડીને ઓફિસની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ટેબલના ખાનામાં રાખેલ આર્ટિગાની ચાવી લઈને કારની ચોરી કરેલ છે જેથી કરીને ચાર લાખ રૂપિયાની કિંમતની કારની ચોરી થઇ હોવાની હાલમાં વિરલભાઇએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
યુવાનનો આપઘાત
ટંકારાના વીરપર ગામે હીરેનભાઈ બાબુભાઈ ચાવડા (ઉ.૨૯)એ તા.૩૧ ના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અને આ બનાવની જાણ ટંકારા પોલીસને કરવામાં આવી હતી.
યુવાનનો આપઘાત
મોરબીના જેતપર ગામે કાન્તિભાઇ ગણપતભાઇ નાયક નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર માટે જેતપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા અને ત્યાથી મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. માટે આ બનવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”