મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે શનિવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ
મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કોંગ્રેસની માંગ
SHARE









મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કોંગ્રેસની માંગ
મોરબી જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે ૩૧ ઓગસ્ટ સુધીમાં મોરબી, માળિયા, હળવદ તાલુકામાં દસ ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે જેને કારણે ગુજરાત સરકાર દ્વારા નવી કૃષિ ફસલ નીતિના અનુસંધાને મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને મોરબી જિલ્લામાં આવતી નર્મદા કેનાલમાં ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેમજ મોરબીના મચ્છુ -૩ સિંચાઇ યોજના હેઠળ મોરબી માળિયાના ગામોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા ૩ ના રોજ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ જે. પટેલની આગેવાનીમાં મોરબી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે
