મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષકદિનની ઉજવણી, બાળકોમાં સંસ્કારનું સીંચન કરવાનું ભગીરથ કાર્ય શિક્ષકો કરે છે : ધનસુખભાઈ ભંડેરી


SHARE













મોરબીમાં શિક્ષકદિનની ઉજવણી, બાળકોમાં સંસ્કારનું સીંચન કરવાનું ભગીરથ કાર્ય શિક્ષકો કરે છે : ધનસુખભાઈ ભંડેરી


શિક્ષણ વિભાગ ગાંધીનગર અને મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મોરબી જિલ્લાના તાલુકા અને જિલ્લા કક્ષાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી ૧૦ શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી થતા આ શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ શિક્ષકદિને ધી.વી.સી.ટેકનિકલ હાઈસ્કુલ ખાતે યોજાયો હતો.

પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫મી-સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શિક્ષકદિન નિમિતે શિક્ષકોના સન્માનીત સમારોહના અધ્યક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઈ ભંડેરીએ રાજ્ય લેવલે સન્માનીત થનાર મોરબી જિલ્લાનાશ્રી દિનેશભાઈ ભેસદળીયા સહિત જિલ્લા તેમજ તાલુકા લેવલ શ્રેષ્ઠ સન્માનીત શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે બાળકોમાં સંસ્કારનું સીંચન કરવાનું ભગીરથ કાર્ય શિક્ષકો કરે છે. અને શિક્ષકોનું સમાજ જીવનમાં મહત્વનું સ્થાન છે ત્યારે શિક્ષકોએ પણ નિષ્ઠા પુર્વક જવાબદારી નિભાવવી જોઈએ અને દરેક બાળકમાં મારૂં બાળક છે તેવા ભાવ સાથે બાળકઓના વ્યક્તિગત જીવનને ઊચ સ્તરે લઈ જવા પ્રયત્નો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.વધુમાં ભંડેરીએ જણાવ્યું હતું કે આ સરકાર શિક્ષણને ઉંચ સ્તરે લઈ જવા મહત્તમ પ્રયત્ન કરી રહી છે ત્યારે શિક્ષકોએ પણ સામેલ થઈ શિક્ષણ સુધારણામાં સહયોગ આપવો જોઈએઅતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મોરબી માળીયાના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે આ સરકાર શિક્ષણનું સ્તર સુધરે તે માટે સ્માર્ટ ક્લાસ, ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા અનેક કાર્યક્રમમો કરી રહી છે. અને શિક્ષકોને બહુમાન મળે તે દિશામાં કામ કરી રહી છે. શિક્ષણ સુધારણામાં મોરબી જિલ્લાના શિક્ષકોનો ફાળો મોટો રહ્યો છે અને સન્માનીત ગુરૂજનોને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે હળવદના ધારાસભ્યશ્રી પરસોતમભાઈ સાબારીયાએ જણાવ્યું હતું કે શિક્ષણને ઉંચ સ્તરે લઈ જવા શિક્ષકો પાયાના ઘડતર છે અને શિક્ષણ સાથે શીસ્ત પણ જળવાઈ તે જરૂરી છે.

શિક્ષકોના આ સન્માનીત કાર્યક્રમોમાં જિલ્લા કક્ષાએ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધી.વી.સી.ટેકનિકલ હાઈસ્કુલના શિક્ષક ગાંભવા સુધીરભાઈ, પ્રાથમિક વિભાગમાંથી શ્રી સભારાવાડી પ્રાથમિક શાળાના દલસાણીયા વિજયભાઈ, શ્રી માનસર પ્રાથમિક શાળા તાલુકો હળવદના પટેલ વિમલકુમાર તેમજ તાલુકા કક્ષાએ પ્રાથમિક વિભાગમાંથી મોરબી તાલુકા પોલીસ લાઈન કન્યા શાળાના ફટાણીયા અનિલકુમાર, ટંકારા તાલુકામાંથી જીવાપર પ્રાથમિક શાળાના ડોડીયા નિશાંતભાઈ અને નેકનામ કન્યા શાળાના વિધિબેન પટેલ, હળવદ તાલુકામાંથી મેરૂપર પે સેંટર શાળાના ભુંભરીયા ધર્મેન્દ્રભાઈ અને નવા ઘનશ્યામગઢ કન્યા પ્રા.શાળાના પટેલ કિરણબેન, માળીયા (મી.) કુતાસી પ્રા.શાળાના ગોધાણી બેચરભાઈ અને રત્નમણી પ્રા.શાળા મોટીબરારના બદ્રકીયા અનિલભાઈની શ્રેષ્ઠ શિક્ષકો તરીકે પસંદગી થતા તેઓનું મહાનુભાવોના હસ્તે ચેક અર્પણ કરી શાલ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી જિલ્લા પંચાયત શિક્ષક સમિતિના ચેરમેનપ્રવિણભાઈ સોનગ્રા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, ડી.વાય.એસ.પી. રાધીકા ભારાઈ, પૂર્વ ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા, જિજ્ઞેશભાઈ કૈલા, શિક્ષક સંઘના વિવિધ હોદેદારો તથા શિક્ષકો સિમિત સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ જ્યારે આભાર વિધી બી.એન.વિડજાએ કરી હતી.








Latest News