મોરબીમાં ગણેશોત્સવના આગમન પૂર્વે બજારમાં કલાત્મક અને મનમોહક મૂર્તિઓને આખરી ઓપ આપતા કલાકારો
SHARE
મોરબીમાં ગણેશોત્સવના આગમન પૂર્વે બજારમાં કલાત્મક અને મનમોહક મૂર્તિઓને આખરી ઓપ આપતા કલાકારો
મોરબીમાં ગણેશોત્સવ પૂર્વે ગણેશજીની રંગબીરંગી કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મૂર્તિકારો દિવસ રાત જોયા વગર હાલમાં મૃતિઓ બનાવી રહ્યા છે અને ખાસ કરીને કોરોના મહામારી વચ્ચે સરકારી ગાઈડ લાઈન મુજબ ગણેશોત્સવની ઉજવણી કરવાની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે ત્યારે ગણેશોત્સવની ઉજવણી કરવા માટે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વખતે ચાર ફૂટની મર્યાદામાં અવનવી કલાત્મક મૂર્તિ બનાવામાં આવી રહી છે જે ૫૦૦ થી ૫૦૦૦ સુધીનો ભાવ લઈને બજારમાં વેચાઈ રહી છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા વર્ષોથી લોકો વધુમાં વધુ ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિઓ બનાવીને તેની પોતાના ઘરે સ્થાપન કરતાં હોય છે જેથી કરીને ગણેશજીની મૂર્તિઓ બનાવનારા કારીગરોની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે