મોરબીમાં ગણેશોત્સવના આગમન પૂર્વે બજારમાં કલાત્મક અને મનમોહક મૂર્તિઓને આખરી ઓપ આપતા કલાકારો
મોરબી રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાના વર્કશોપ યોજાયો
SHARE
મોરબી રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાના વર્કશોપ યોજાયો
મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિલ્પકાર કમલેશભાઈ નગવાડિયા દ્વારા બાળકો સહિતનાને માટીમાંથી ગણપતિની મૂર્તિ કેવી રીતે બનાવવામાં આવે છે તે શીખવવામાં આવ્યું હતું આ વર્કશોપ ગઇકાલે બપોરે ૩ થી ૬ કલાકે મોરબીની બોયઝ હાઈસ્કૂલ, અરુણોદય હોલ ખાતે રાખવામા આવ્યો હતો અને તેમાં મૂર્તિ બનાવવા માટે માટી, મૂર્તિ બનાવવાના ટૂલ્સ અને વૂડન બોર્ડ સંસ્થા તરફથી આપવામાં આવ્યા હતા આ વર્કશોપને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ બંસી શેઠ, સિદ્ધાર્થભાઈ જોશી સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી