મોરબી જીલ્લામાં જુદીજુદી સાત જગ્યાએ દેશી અને વિદેશી દારૂની પોલીસ દ્વારા રેડ
SHARE
મોરબી જીલ્લામાં જુદીજુદી સાત જગ્યાએ દેશી અને વિદેશી દારૂની પોલીસ દ્વારા રેડ
મોરબી જીલ્લામાં જુદીજુદી સાત જ્ગ્યાએ ઉપર પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂની પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂની નાની મોટી કુલ મળીને ૩૬૬ બોટલોને પોલીસે કબ્જે કરી છે અને દેશી દારૂનો જથ્થો તેમજ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો પણ મળી આવ્યો હતો જેથી પોલીસે મુદામાલ કબ્જે કર્યો હતો અને દેશી દારૂના ધંધાર્થીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે
મોરબી રાજકોટ હાઇવે ઉપર મીતાણા ગામથી આગળના ભાગમાં આવેલી યદુનંદન હોટલ પાસેથી પસાર થતી તુફાન ગાડી નંબર જીજે ૭ એઆર ૬૩૨૪ ને રોકીને પોલીસે ગાડીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી ૧૩૩ દારૂની નાની બોટલના ચપલા મળી આવ્યા હતા જેથી કરીને ૧૩૩૦૦ નો દારૂ અને બે લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૨,૧૩,૩૦૦ ના મુદ્દામાલ સાથે અરવિંદ જેમલભાઈ વહોનિયા જાતે આદિવાસી ભીલ (ઉમર ૨૪) રહે, વહોનિયા ફળીયુ તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની ગાડીમાં ક્યાંથી દારૂનો જથ્થો ભરવા આવ્યો હતો અને ક્યાં આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે
વાંકાનેરના વઘાસીયા પાસે આવેલ વંડામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૧૮ બોટલ દારૂ જેની કિંમત ૮૧૭૫૦ રૂપિયાનો દારૂ કબજે કરેલ છે અને આ વંડો ભગીરથસિંહ રઘુભા જાડેજાનો હોવાનું સામે આવ્યું હોય તેની સામે ગુનો દાખલ કરીને હાલમાં તેને પકડવા માટે થઈને વાંકાનેર સીટી પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જયારે મોરબીના જોન્સનગરની પાછળ આવેલ તળાવ પાસેથી પસાર થતા યુવાનને આરોપીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી જુદીજુદી બ્રાન્ડની દારૂની ૧૫ બોટલ દારૂ મળી આવ્યો હતો જેને પોલીસે ૧૬૪૨૫ ના દારૂના જથ્થા સાથે હાલમાં સલીમ ગુલામહુસેન ભટ્ટી જાતે મિયાણા રહે. લાતી પ્લોટ શેરી નંબર-૮ જોન્સ નગર વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
દેશી દારૂ
મોરબી તાલુકાનાં જીકીયારી ગામે કુંભાર શેરીમાં દેવજીભાઇ જગજીવનભાઇ પીપળીયાના મકાને દારૂની રેડ કરી હતી ત્યારે દેશીદારૂ બનાવવાનો આથો લીટર આશરે ૮૦૦, દેશી દારૂ ૧૫ લીટર, ભઠ્ઠીના સાધનો, ૭ કેરબા, ૧ ગેસનો બાટલો, ૧ પ્રાઇમસ તથા સી.એન.સી.જી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૦૦૮ એમ કુલ મળીને ૭૩૫૦૦ ના મુદામાલ સાથે પોલીસે દેવજીભાઇ જગજીવનભાઇ પીપળીયા જાતે કોળી (ઉ.૩૨) ની ધરપકડ કરેલ છે આવી જ રીતે હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે દારૂની ત્રણ રેડ કરી હતી જેમાં ભરતભાઇ બચુભાઇ દુદાણાના રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૬૫૦ લિટર દેશી દારૂનો આથો મળી આવ્યો હતો જોકે આરોપી પકડાયેલ નથી કાળુ લાભુભાઇ બજાણીયાના મકાનની પાછળના ભાગમાં રેડ કરી હતી ત્યારે દેશી દારૂ ૪૦ લીટર અને દારૂ બનાવવાનો આથો ૫૦૦ લીટર આથો મળી આવ્યો હતો જો કે, આરોપી પકડાયેલ નથી આવી જ રીતે રાજુ કિશોરભાઇ દેગામાના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ લીટર ૧૫ અને દેશી દારૂ બનાવવા માટેનો આથો ૧૦૦ લીટર મળી આવ્યો હતો જો કે, આરોપી પકડાયેલ નથી જેથી પોલીસે હાલમાં મુદામાલ કબ્જે કરીને આરોપીઑને પકડવા તજવીજ શરૂ કરી છે