મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના  “મમુદાઢીની હત્યા” કેસમાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ


SHARE

















મોરબીના  “મમુદાઢીની હત્યા” કેસમાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ આરોપીઓ સ્વિફ્ટ કારમાં નાશી ગયા હતા જે કારને પોલીસે ગઇકાલે કબ્જે કરી હતી શુક્રવારે મોડી સાંજે એ ડિવિઝન પોલીસ દ્વારા રફીક માંડવિયા, ઈમરાન ચાનીયા, આરીફ મિર સહિત ૧૩ સામે જે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા સૌ પ્રથમ તો ઘટના સ્થળેથી બોલેરો ગાડીને કબજે કરવામાં આવી હતી

ત્યાર બાદમાં આરોપીઑને પકડવા માટે તપાસ કરવામાં આવી રહી છે તેવામાં ફરિયાદમાં લખાવ્યું હતુ કે, આરોપીઓ ઘટનાને અંજામ આપીને  સ્વીફટ કાર નંબર જીજે ૩૬ એસી ૭૮૬૩ માં નાશી ગયા હતા આ કાર વાંકાનેર તાલુકાનાં ખેરવા ગામની સિમમાંથી સ્વિફ્ટ કાર મળી આવી હતી અને હાલમાં મોરબી સિટી એ ડિવિઝનના પીઆઇ બી.પી.સોનારાના પાસેથી જાણવા મળ્યું છે કે આ ગુનામાં આજે ચાર આરોપી ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચ, ઇમરાનભાઈ યારમામદ બ્લોચ, રિયાઝ રજાક દોસાણી, એઝાઝ આમદ ચાનીયાની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી લેવા તજવીજ ચાલી રહી છે




Latest News