મોરબીમાં લૂંટ, અપહરણ જેવા ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી પાલિકાની ટીમે ૫૫૦ કરતા વધુ ગણેશજીની મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન
SHARE









મોરબી પાલિકાની ટીમે ૫૫૦ કરતા વધુ ગણેશજીની મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન
મોરબીમાં ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે પાલિકા દ્વારા શહેરમાં ચાર જગ્યાએ ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની મુર્તિ એકત્રીત કરીને મચ્છુ-૩ ડેમમા ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ હતું ત્યારે ભક્તો દ્વારા એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર સહિતના ગગન ભેદી જય ઘોષ સાથે પાલિકાએ ઉભા કરેલા મુર્તિ એકત્રીત કરવા માટેના સ્ટોલ ઉપર તેમજ ડેમના કાંઠે આવીને ગણેશજીની મુર્તિ આપવામાં આવી હતી જેનુ પાલિકાના તરવૈયાઓ દ્વારા સલામત રીતે વિસર્જન કરવામાં આવી રહ્યુ છે અને ગણેશોત્સવ દરમ્યાન બપોર સુધીમાં ૫૫૦ કરતા વધુ મુર્તિઓનું પાલિકાની ટીમ દ્વારા ડેમમાં વિસર્જન કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ભક્તો નીકળ્યા હતા અને ત્યાર "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ" સહિતના જય ઘોષ કર્યા હતા જો કે, શહેરમાં વિસર્જન સમયે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા મચ્છુ નદીમાં વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને શહેરમાંથી આવતી તમામ મૂર્તિઓનું ક્રેઇન અને તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી આર.ટી.ઓ નજીક મચ્છુ- ડેમમાં વિસર્જન કરવામાં આવ્યુ હતું સામાન્ય રીતે ગણપતિ વિસર્જનમાં ડુબી જવાના બનાવો બનતા હોય છે જેથી મોરબીમાં આવો કોઇ બનાવ ન બને તે માટે શહેરમાં વહીવટી તંત્ર દ્વારા વ્યક્તિગત ગણેશવિસર્જન કરવાની મનાઈ ફરમાવી અને આયોજકોને મૂર્તિ પાલિકાને સોંપી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી અને પાલિકા દ્વારા શનાળા રોડ સમય ગેટ પાસે, એમ.પી.શેઠ ગર્લ્સ સ્કૂલ વી.સી.ફાટક પાસે, સામાકાંઠે એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ અને જેઈલરોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એમ ચાર સ્થેળે મુર્તિઓ સ્વીકારવામાં આવી હતી અને તે મુર્તિઓનું વિસર્જન કરી દેવામાં આવ્યુ હતુ અત્રે ઉલેખનીય છે કે, ગણેશ વિસર્જન સમયે શહેરા અને ડેમના કાંઠે ટ્રાફીકનો કોઈ પ્રશ્ન ઉભો ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો અને ગઇકાલે ભક્તોએ ભીની આંખે અને ભારે હૈયે વિઘ્ન હર્તા દેવને વિદાય આપી હતી
